Get The App

10 વર્ષ બાદ શિલ્પા શિંદેનું ફરી 'અંગુરી ભાભી'ના રોલમાં કમબેક! કહ્યું - 'ક્યારેય વિચાર્યું નહોતું..'

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
Shilpa Shinde comeback


Shilpa Shinde back in Bhabiji Ghar Par Hain 2.0: ટીવી જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શૉ 'ભાભીજી ઘર પર હૈ' ફરી એકવાર નવા અવતારમાં પ્રેક્ષકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. શૉની નવી સીઝન ;ભાભીજી ઘર પર હૈ 2.0' ની જાહેરાત સાથે જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ચર્ચા ઓરિજિનલ અંગૂરી ભાભી એટલે કે શિલ્પા શિંદેના કમબેકની થઈ રહી છે.

10 વર્ષ પછી 'સહી પકડે હૈ'નો ગુંજશે નાદ

શિલ્પા શિંદે લગભગ એક દાયકા પછી આ શૉમાં પરત ફરી રહી છે. પ્રોડ્યુસર્સ સાથેના વિવાદને કારણે તેણે વર્ષો પહેલા શૉ છોડી દીધો હતો, પરંતુ હવે તે ફરીથી અંગૂરી ભાભીના આઇકોનિક પાત્રમાં જોવા મળશે. હાલમાં જ રિલીઝ થયેલા પ્રોમોમાં શિલ્પા તેનો ફેમસ ડાયલોગ 'સહી પકડે હૈ' બોલતી જોવા મળે છે, જેને સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

પોતાની વાપસી પર શિલ્પાએ કહ્યું, 'એક કલાકાર માટે 10 વર્ષનો સમય ઘણો લાંબો હોય છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ફરીથી આ રોલ ભજવીશ. ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવી મુશ્કેલ છે અને આ વાપસી મારી મહેનતનું પરિણામ છે. હું માત્ર મારા દર્શકોના પ્રેમને કારણે જ પાછી આવી છું.'

કોમેડી સાથે હવે જોવા મળશે હોરરનો તડકો

આ વખતે શૉમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર ભજવતા આસિફ શેખે જણાવ્યું કે, આ સીઝન અત્યાર સુધીની સૌથી બેસ્ટ હશે. નવી સીઝનમાં માત્ર કોમેડી જ નહીં, પણ હોરર, સસ્પેન્સ અને થ્રિલરનું મિશ્રણ પણ જોવા મળશે. પ્રોમોમાં 'ઘૂંઘટગંજ' નામના શહેરની ડરામણી વાર્તાની ઝલક બતાવવામાં આવી છે. આસિફના મતે કોમેડીમાં હોરર ઉમેરવું જોખમી છે, પરંતુ શૉને નવા લેવલ પર લઈ જવા માટે આ જરૂરી હતું.

આ પણ વાંચો: માધુરી દીક્ષિતના બાળકો બોલિવૂડમાં ડેબ્યૂ કરશે? લાઈમલાઇટ વિશે દિગ્ગજ અભિનેત્રીએ આપ્યો જવાબ

સ્ટાર કાસ્ટમાં ભારે ઉત્સાહ

મનમોહન તિવારી ઉર્ફે રોહિતાશ ગૌરે જણાવ્યું કે લોકો પ્રોમોના ખૂબ વખાણ કરી રહ્યા છે, જે સાબિત કરે છે કે પ્રેક્ષકો કંઈક નવું જોવા માંગે છે. તો બીજી તરફ અનિતા ભાભીના રોલમાં વિદિશા શ્રીવાસ્તવ પણ આ અપગ્રેડેડ વર્ઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે.

10 વર્ષ બાદ શિલ્પા શિંદેનું ફરી 'અંગુરી ભાભી'ના રોલમાં કમબેક! કહ્યું - 'ક્યારેય વિચાર્યું નહોતું..' 2 - image