'પંચાયત 4' બાદ હવે OTT પર રિલીઝ થઈ રહી છે 4 જબરદસ્ત સીરિઝ, જાણો કઈ કઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

4 Exciting Web Series Releasing on OTT: હાલના સમયમાં નવી વેબ સીરિઝ અને ફિલ્મોના ટ્રેલર રિલીઝ થઈ રહ્યા છે, ગઈકાલે જ પંચાયત સીઝન-4ની સીરિઝ રિલીઝ થઈ હતી. હવે દર્શકોના મનોરંજન માટે વધુ 4 વેબ સીરિઝ ટૂંક સમયમાં રિલીઝ થવા જઇ રહી છે.
![]() |
પંચાયત સીઝન-4:
Amazon Primeની સૌથી લોકપ્રિય સીરિઝોમાંથી એક ‘પંચાયત’ની નવી સિઝન 24 જૂન, 2025ના રોજ રિલીઝ થઈ ગઇ છે. આ સિઝનમાં જોવા મળી રહ્યું છે કે ફુલેરા ગામમાં પંચાયત ચૂંટણી યોજાઇ રહી છે, જ્યાં મંજૂ દેવીની સામે વનરાકસ અને તેમની પત્ની ક્રાંતિ દેવી ઉમેદવાર છે. ચૂંટણી અને વિધાયક વચ્ચે ફસાયેલા સચિવજી પરીક્ષા પાસ કરશે કે નહીં અને રિન્કી સાથેની પ્રેમની વાત આગળ સુધી ચાલશે કે નહીં, એ પણ આ સિઝનમાં જાણવા મળશે.
![]() |
ધ ફેમિલી મેન-3
મનોજ બાજપેયીની સીરિઝ ‘ધ ફેમિલી મેન-3’ પણ Amazonની સૌથી પ્રચલિત સીરિઝોમાંથી એક છે. આજે આ સીરિઝનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે મેકર્સ રાજ અને ડીકે આ સીરિઝનું ટ્રેલર પણ ટૂંક સમયમાં રિલીઝ કરી શકે છે. ‘ધ ફેમિલી મેન-3’ની ત્રીજી સિઝનમાં શ્રીકાંતની વાર્તા આગળ વધતી જોવા મળશે. આ સિઝનમાં એ જોવાનું રહેશે કે નવા જોખમો સામે લડતા શ્રીકાંત પોતાના પરિવારને કેવી રીતે સંભાળશે.
![]() |
દિલ્હી ક્રાઈમ-3
![]() |
સ્પેશિયલ ઓપ્સ-2
OTTની સૌથી સુપરહિટ સીરિઝમાંથી એક ‘સ્પેશિયલ ઓપ્સ’ની નવી સિઝનની જાહેરાત થઈ ચૂકી છે. નીરજ પાંડેની આ સીરિઝમાં કે.કે. મેનન ફરી એકવાર RAW અધિકારી હિમ્મત સિંહ તરીકે પાછા જોવા મળી રહ્યા છે. આ સીરિઝની પહેલી સિઝન 2020માં રિલીઝ થઇ હતી, અને વર્ષ 2021માં ‘સ્પેશિયલ ઓપ્સ 1.5: ધ હિમ્મત સ્ટોરી' રિલીઝ થઈ હતી. હવે સિઝન 2ની જાહેરાત થઈ છે, જેનો ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ સીરિઝ 11 જુલાઈથી જિઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
| ||||
બૅડ્સ ઓફ બોલિવૂડ
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ટૂંક સમયમાં ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. આ સીરિઝને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે. સીરિઝનું નામ ‘બૅડ્સ ઓફ બોલિવૂડ’ (BA***DS Of Bollywood) છે. આ સીરિઝને લઈને ચાહકો પણ ખૂબ ઉત્સાહિત છે. સીરિઝમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને રણવીર સિંહ જેવા કલાકારોના દમદાર કેમિયોની અટકળોએ લોકોનો ઉત્સાહ વધારી દીધો છે.














