ફિલ્મ નિર્દેશક બાસુ ચેટરજીનુ નિધન, પારિવારિક કોમેડી ફિલ્મોથી લોકોનુ દિલ જીત્યુ હતુ
મુંબઇ, તા.4.જુન 2020, ગુરૂવાર
બોલીવૂડના વિતેલા જમાનાના ખ્યાતનામ ડાયરેક્ટર બાસુ ચેટર્જીનુ 93 વર્ષની વયે નિધન થયુ છે.
બાસુ ચેટરજીના અવસાન પાછળ લાંબા સમયથી ચાલતી બીમારી કારણ હોવાનુ નજીકના સૂત્રોનુ કહેવુ છે. તેમણે રજનીગંધા અને છોટી સી બાત જેવી અલગ જ સ્ટાઈલની હલકી ફુલકી અને સામાન્ય માણસની લાગણીઓને વાચા આપે તેવી ફિલ્મોનુ નિર્દેશન કરીને આગવો ચાહક વર્ગ ઉભો કર્યો હતો.
આ સીવાય પણ તેમણે ચિતચોર, પિયા કા ઘર, ખટ્ટા મિઠા અને બાતો-બાતો મેં જેવી જાણીતી ફિલ્મો બનાવી હતી.
બાસુ ચેટરજીએ દુરદર્શન માટે પણ સુપરહીટ સિરિયલો બનાવી હતી.
A Baton Baton Mein and #BasuChatterjee appreciation tweet. This is my favourite Basu da film and the reason I first fell in love with Bombay. #Bollywood #VintageBollywood pic.twitter.com/gCHY5LGUS7
— Shakun Saini (@saini_shakun) June 4, 2020
તેમની પહેલી સિરિયલ રજની લોકપ્રિય પૂરવાર થઈ હતી.જે સંપૂર્ણપણે મહિલા પ્રધાન સિરિયલ હતી.1993માં તેમણે બનાવેલી વ્યોમકેશ બક્ષી નામની ડિટેક્ટિવ સિરિયલ પણ લોકોને ગમી હતી.
Farewell, #BasuChatterjee. Bombay is as rain-soaked today as in this, my favourite frame from Rim Jhim Gire Saawan. pic.twitter.com/Poo2lUFwGu
— Karanjeet Kaur (@Kaju_Katri) June 4, 2020