Entertainment

'તુ એના ઘરે ગઈ જ કેમ...?' સાજિદ ખાન પર હેરેસમેન્ટનો આરોપ મૂકનાર અભિનેત્રી પર ભડક્યો બખ્તિયાર

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
ટીવી એક્ટર બખ્તિયાર ઈરાનીએ નવીનાના સાજિદ ખાન પરના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. સાજિદ ખાન પર હેરેસમેન્ટનો આરોપ લગાવવા બદલ બખ્તિયારે અભિનેત્રી નવીના બોલેને ફટકાર લગાવી છે. નવીનાના આરોપો પર સવાલ ઉઠાવતા બખ્તિયારે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે, માફ કરશો, પણ તું મીટિંગ માટે એના ઘરે ગઈ જ કેમ? મીટિંગ્સ સામાન્ય રીતે ઓફિસમાં થાય છે અથવા પબ્લિક પ્લેસમાં થાય છે. 1980 અને 2025ની મહિલાઓને આ બેઝિક બાબત ખબર હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'તુ એના ઘરે ગઈ જ કેમ...?' સાજિદ ખાન પર હેરેસમેન્ટનો આરોપ મૂકનાર અભિનેત્રી પર ભડક્યો બખ્તિયાર

Bakhtyar irani slammed navina bole for harassment claims on sajid khan: ઈશ્કબાજ ફેમ અભિનેત્રી નવીના બોલેએ તાજેતરમાં જ ફિલ્મમેકર સાજિદ ખાન પર હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, સાજિદ ખાને મને ઘરે બોલાવીને ડિમાન્ડ કરી હતી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, સાજિદ ખાને મને કામ સંબંધિત મીટિંગ માટે ઘરે બોલાવી હતી અને પછી તેણે મને કપડાં ઉતારવા કહ્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસે સાજિદ ખાનને ગંદો માણસ પણ કહ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે, હું મારા જીવનમાં ક્યારેય સાજિદ ખાનને મળવા નથી માગતી.

અભિનેત્રી નવીના બોલે પર ભડક્યો બખ્તિયાર

હવે ટીવી એક્ટર બખ્તિયાર ઈરાનીએ નવીનાના સાજિદ ખાન પરના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. સાજિદ ખાન પર હેરેસમેન્ટનો આરોપ લગાવવા બદલ બખ્તિયારે અભિનેત્રી નવીના બોલેને ફટકાર લગાવી છે. નવીનાના આરોપો પર સવાલ ઉઠાવતા બખ્તિયારે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે, માફ કરશો, પણ તું મીટિંગ માટે એના ઘરે ગઈ જ કેમ? મીટિંગ્સ સામાન્ય રીતે ઓફિસમાં થાય છે અથવા પબ્લિક પ્લેસમાં થાય છે. 1980 અને 2025ની મહિલાઓને આ બેઝિક બાબત ખબર હોય છે. માફ કરશો, પણ હવે સરળ વસ્તુઓ પર ટાર્ગેટ કરવાનું બંધ કરો. આખરે આ બધું ક્યારે બન્યું? ત્યારે તમે આગળ આવીને કેમ ન બોલ્યા? હું બધી મહિલાઓનું સન્માન કરું છું, પરંતુ સમય આવી ગયો છે કે આપણે ઘટનાના 30 દિવસ પછી ઈન્ટરવ્યુ ન આપીએ, કારણ કે આટલો સમય મગજ અને હિંમત એકઠી કરવા માટે પૂરતો છે. તમે આ વિશે શું કહેવા માંગો છો?

આ પણ વાંચો: આ પણ વાંચો: સોનાક્ષી સિંહા સાથે વિચિત્ર ઘટના, ઘરમાં ભૂતનો કર્યો અહેસાસ! શેર કર્યો ડરામણો અનુભવ