Get The App

બાબિલ ખાનના પરિવારે જણાવ્યું ધ્રુસકે ધ્રુસકે રડતાં વીડિયો પાછળનું સત્ય, સ્ટાર કિડ્ઝના ઉલ્લેખ માટે આપ્યું આ કારણ

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
બાબિલ ખાનના પરિવારે જણાવ્યું ધ્રુસકે ધ્રુસકે રડતાં વીડિયો પાછળનું સત્ય, સ્ટાર કિડ્ઝના ઉલ્લેખ માટે આપ્યું આ કારણ 1 - image


Babil Khan Crying Video Clarification: બોલિવૂડના પ્રસિદ્ધ દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર અને એક્ટર બાબિલ ખાનનો આજે રવિવારે સવારે રડવાનો વીડિયો વાઈરલ થયા બાદ તેના પરિવારે આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. પરિવારજનોએ તેના સાથી કલાકારોના નામ આપવા પાછળનું વાસ્તવિક હેતુ પણ જણાવ્યો છે. 

બાબિલ ખાનના પરિવાર તરફથી નિવેદન

બાબિલના પરિવારે કહ્યું કે અભિનેતા સુરક્ષિત છે અને તેના પણ અન્યની જેમ હાલ મુશ્કેલ દિવસો પસાર થઈ રહ્યા છે. બાબિલે વીડિયોમાં જે નામોનો ઉલ્લેખ કર્યો છે. તે લોકો તેને ધમકાવી કે ટ્રોલ કરી રહ્યા નથી. પરંતુ તેઓએ તેને મદદ કરી છે, ટેકો આપી રહ્યા છે. તેઓ સારૂ કામ કરી રહ્યા હોવાથી બાબિલે તેમના નામનો ઉલ્લેખ કર્યો છે. બાબિલે પોતાના વીડિયોમાં અનન્યા પાંડે, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ, અર્જુન કપૂર અને અરિજિત સિંહનું નામ લીધુ હતું. તેમજ બોલિવૂડને તદ્દન નકલી ઈન્ડસ્ટ્રી ગણાવી તેનું ખૂબ જ દિલ દુભાવ્યુ હોવાનું જણાવ્યું હતું.

બાબિલનો વીડિયો ખોટા સંદર્ભમાં લેવાયો

બાબિલના પરિવારજનોએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી બાબિલ ખાનની સારા અભિનય માટે પ્રશંસા થઈ રહી છે. જો કે, તે તણાવ (એન્ઝાયટી)માંથી પસાર થઈ રહ્યો છે. તેણે આ અંગે પોતે પણ જાહેરમાં જણાવ્યું હતું. બાબિલ હાલ કપરાં દિવસોનો સામનો કરી રહ્યો છે. અમે તેના ચાહકોને જણાવવા માગીએ છીએ કે, તે સુરક્ષિત છે, અને ટૂંકસમયમાં જ સ્વસ્થ થશે. બાબિલનો સવારનો વીડિયો ખૂબ જ ખોટા સંદર્ભમાં લેવામાં આવ્યો છે. તેણે જેના-જેના નામ લીધા છે. તે તમામે તેને મદદ કરી હોવાથી લીધા છે. તેણે વીડિયોમાં કહ્યું છે કે, અમુક સારા લોકો છે, જે આ ઈન્ડસ્ટ્રીને સારી બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં વીડિયોનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ દિવંગત ઈરફાન ખાનના દીકરા બાબિલનો રડતો VIDEO વાઈરલ, ફેન્સ થયા ચિંતિત, બોલિવૂડથી દુઃખી?

સાથીઓએ તેને મદદ કરી હોવાથી નામ લીધા

વધુમાં ટીમ બાબિલે જણાવ્યું કે, વીડિયો ક્લિપમાં બાબિલે કેટલાક સાથીદારોનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો છે. તે માને છે કે, અનન્યા પાંડે, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ, અર્જુન કપૂર અને અરિજિત સિંહ જેવા કલાકારો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વાસ્તવમાં સારૂ યોગદાન આપી રહ્યા છે. બાબિલે તેમની પ્રામાણિકતા, જુસ્સો અને ઈન્ડસ્ટ્રીમાં વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને વખાણ્યા છે. અમે તમામ મીડિયા પ્રકાશનો અને જનતાને વિનંતી કરીએ છીએ કે તેઓ ખંડિત વીડિયો ક્લિપ્સમાંથી તારણો કાઢવાને બદલે તેમના શબ્દોના સંપૂર્ણ સંદર્ભને ધ્યાનમાં લે.

શું કહ્યું હતું બાબિલે?

વીડિયોમાં રડતાં રડતાં બાબિલે કહ્યું હતું કે, "મારો કહેવાનો અર્થ એ છે કે હું તમને ફક્ત એટલું જ જણાવવા માંગુ છું કે શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ જેવા લોકો છે. બીજા ઘણા નામો છે. બોલીવુડ ખૂબ જ ખરાબ છે. બોલીવુડ ખૂબ જ ખરાબ છે." 

સોશિયલ મીડિયા પર લોકો માની રહ્યા છે, બાબિલ સાથે પણ ધનિક સ્ટાર કિડ્સે કંઈક ખરાબ કર્યું હોવાથી તે આમ બોલી રહ્યો છે. બાબિલે આ વીડિયો સ્ટોરી બાદ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું.

બાબિલ ખાનના પરિવારે જણાવ્યું ધ્રુસકે ધ્રુસકે રડતાં વીડિયો પાછળનું સત્ય, સ્ટાર કિડ્ઝના ઉલ્લેખ માટે આપ્યું આ કારણ 2 - image

Tags :