Entertainment

આયુષ્માન ખુરાના વધુ એક ફેમિલી કોમેડીમાં દેખાશે

By GS TEAM
15 Jun 20251 min read
આયુષ્માન ખુરાના વધુ એક ફેમિલી કોમેડીમાં દેખાશે

મુંબઈ: આયુષ્માન ખુરાનાની કેરિયર ફરી ઊંચકાઈ રહી છે. તેને વધુ એક કોમેડી ફિલ્મ મળી છે. 

ટી સીરિઝના ભૂષણ કુમાર આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નથી. ફિલ્મની અન્ય કાસ્ટ હવે  પછી નક્કી થશે. ફિલ્મનું શૂટિંગ આગામી  સપ્ટેમ્બરમાં શરુ કરી દેવાય તેવી ધારણા છે.  સમગ્ર  શૂટિંગ એક જ શિડયૂલમાં આટોપી દેવાનું આયોજન છે. 

ઉલ્લેખનીય છે કે આયુષ્માનને દિનેશ વિજનની હોરર  ફિલ્મ 'થામા'માં પણ મુખ્ય ભૂમિકા મળી છે. આ ઉપરાંત તે સૂરજ બડજાત્યની ફિલ્મમાં નવા પ્રેમના રોલમાં એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ પણ કરી રહ્યો છે.