આયેશા ટાકિયા અને તેના પતિએ પોતાની હોટલ બીએમસીને ક્વોરોનટાઇન માટે ખોલી આપી
- આ પહેલા સોનૂ સૂદે પણ પોતાની હોટલમાં મેડિકલ સ્ટાફની સગવડ કરી આપી છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને ક્વોરોનટાઇન કરવા પણજગ્યાની આવશ્યકતા પડે છે. એવામાં સોનૂ સૂદે પોતાની હોટલ મેડિકલ સ્ટાફ માટે ખોલી મુકી છે. જ્યારે રતન ટાટાએ તો તેમની સઘળી હોટલો કોરોના સામે જંગ લડવા માટે બીએમસીને આપી છે. શાહરૂખ ખાને પણ પોતાની ચાર માળની ઓફિસ બીએમસીને આપી છે.
હવે આયેશા ટાકિયા પણ કોરોનાથી પ્રભાવિત થયેલા લોકોની મદદે આવી છે. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, આયેશા અને તેના પતિએ બૃહદ મુંબઇ પાલિકાને સાઉથ મુંબઇમાં આવેલી ગલ્ફ હોટલ ક્વોરટાઇન માટે ખોલી આપી છે.
આયેશા જોકે હવે રૂપેરી પડદે જોવા મલતી નથી. સલમાન ખાન સાથેની તેની ફિલ્મ સફળ રહી હતી.