Get The App

શાહિદ-તૃપ્તિની રોમિયોમાં અવિનાશ તિવારીની પણ એન્ટ્રી

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
શાહિદ-તૃપ્તિની રોમિયોમાં અવિનાશ તિવારીની પણ એન્ટ્રી 1 - image

- વિશાલ ભારદ્વાજ ફિલ્મ બનાવી રહ્યા છે

- લૈલા મજનુ પછી બીજીવાર અવિનાશ અને તૃપ્તિ સ્ક્રીન શેર કરશે

મુંબઇ : વિશાલ ભારદ્વાજની શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની મુખ્ય ભૂમિકાઓ ધરાવતી ફિલ્મ 'રોમિયો'માં હવે અવિનાશ તિવારીની પણ એન્ટ્રી થી હોવાનું કહેવાય છે. 

અવિનાશની વિશાલ ભારદ્વાજ તથા શાહિદ કપૂર સાથે આ બીજી ફિલ્મ હશે. જોકે, તૃપ્તિ ડિમરી સાથે તે બીજીવાર સ્ક્રીન કરશે. અવિનાશ અને તૃપ્તિ બંને જ્યારે ઓટીટીથી પણ બહુ જાણીતાં ન હતાં થયાં ત્યારે તેમણ ઈમ્તિયાઝ અલીની  'લૈલા મજનૂ'માં સાથે કામ કર્યું હતું. બાદમાં બંને કલાકારો ઓટીટી થકી લોકપ્રિય બન્યા પછી 'લૈલા મજનૂ' ફરી રીલિઝ કરવામાં આવી હતી અને ત્યારે આ ફિલ્મને અનેકગણી સફળતા મળી હતી. 

 આ ફિલ્મને અગાઉ 'અર્જુન ઉસ્તરા' નામ અપાયું હતું પરંતુ  હવે તેનું નામ બદલીને 'રોમિયો'  કરાયું છે. ફિલ્મમાં દિશા પટાણીનો પણ કેમિયો હશે.