Avatar 3માં બોલિવૂડના દિગ્ગજ એક્ટરનો કેમિયો? સોશિયલ મીડિયા પર VIDEO વાઇરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Avatar 3 Govinda Cameo: જેમ્સ કેમરુનની ફિલ્મ 'Avatar 3'ને હોલિવૂડની સાથે જ ભારતમાં પણ રિલીઝ કરી દેવામાં આવી છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ વિશ્વભરમાં છવાઈ ગઈ છે. ઈન્ટરનેટ પર તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેના કેટલાક સીન્સ પણ વાઈરલ થઈ રહ્યા છે. આમાંથી જ એક ગોવિંદાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જે અંગે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં ગોવિંદાએ પણ કેમિયો કર્યો છે. સોશિયલ મીડિયા પર તેના અંગે અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. તો આવી સ્થિતિમાં અમે તમને સત્ય જણાવીશું.
હોલિવૂડ ફિલ્મ મેકર જેમ્સ કેમરુન હાલમાં પોતાની ફિલ્મ 'અવતાર: ફાયર એન્ડ એશ' ની રિલીઝને લઈને ચર્ચામાં છે. તેણે આ ફિલ્મ દ્વારા ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં દમ દેખાડવા માટે ખૂબ મહેનત કરી છે. ફિલ્મની રિલીઝને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી, અને લોકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે તેની વીડિયો ક્લિપ્સ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વચ્ચે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, ગોવિંદાએ આ ફિલ્મમાં કેમિયો કર્યો છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે અંગે લોકો દાવા કરી રહ્યા છે.
પોતાના અંદાજમાં ડાયલોગ બોલતો દેખાયો ગોવિંદા
સોશિયલ મીડિયા વાઈરલ થયેલી એક વીડિયો ક્લિપમાં ગોવિંદાને ફિલ્મ 'અવતાર'ના નાવીની જેમ દેખાડવામાં આવ્યો છે. તેમાં તે હોલિવૂડમાં નહીં પણ પોતાના અંદાજમાં બોલિવૂડ ફિલ્મોના ડાયલોગ બોલતો નજર આવી રહ્યો છે. બીજી તરફ વીડિયોમાં ઓડિયન્સની તાળીઓ અને સીટીઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. વીડિયોમાં ગોવિંદા પોતાના ફેમસ ડાયલોગ બોલી રહ્યો છે. હવે અમે તમને આ વીડિયોનું સત્ય જણાવી દઈએ કે, આ એક AI વીડિયો છે, જેમાં ગોવિંદાના સીન્સને એડિટ કરવામાં આવ્યા છે.
ગોવિંદાના વીડિયો પર ફેન્સનું રિએક્શન
આ સાથે જ જો ગોવિંદાના આ વીડિયો પર ફેન્સના રિએક્શનની વાત કરીએ તો AIની મદદથી બનેલા આ વીડિયોની લોકો ખૂબ મજા લઈ રહ્યા છે. યૂઝર્સ તો આ એક્ટર પર કટાક્ષ પણ કરી રહ્યા છે કે, તેઓ 'અવતાર 4'માં પણ કેમિયો રોલમાં નજર આવશે. ગોવિંદાએ વારંવાર ઉલ્લેખ કર્યો છે કે તેને 'અવતાર' ઓફર થઈ ચૂકી છે, પરંતુ તેણે તેને કરવાનો ઈનકાર કરી દીધો હતો. કારણ કે તે વાદળી રંગ લગાવવા નહોતો માગતો. જોકે, તે રિયલમાં આ ફિલ્મનો હિસ્સો નથી.
'અવતાર' ફિલ્મ ઠુકરાવવા અંગે ગોવિંદાએ શું કહ્યું હતું?
ગોવિંદાએ મુકેશ ખન્નાના પોડકાસ્ટમાં પણ 'અવતાર' ફિલ્મ ઠુકરાવવા અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે, આ ફિલ્મ ઠુકરાવવાનો મને અફસોસ છે. મને શરૂઆતમાં આ ફિલ્મનો આઈડિયા નહોતો સમજાયો. મને ફિલ્મ માટે 21.5 કરોડ ઓફર કરવામાં આવ્યા હતા. હું અમેરિકામાં એક માણસને મળ્યો હતો જેણે કેમરુન સાથે મારી મુલાકાત કરાવી હતી.
જો કે, બાદમાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ તેમના આ દાવાને જૂઠા ગણાવ્યા હતા.









