આથિયા શેટ્ટીએ ક્રિકેટર કેએલ રાહુલને જન્મદિવસની શુભકામના આપી
- આ બન્ને પ્રેમમાં હોવાની ચર્ચાને વધુ વેગ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
આથિયા શેટ્ટીએ બોલીવૂડમાં ફિલ્મ હીરોથી કારકિર્દીની શરૂઆત કરી છે. સનિલ શેટ્ટીની આ પુત્રી ભારતા ક્રિકેટલ કેએલ રાહુલ સાથે ગાઠ સંબં ધરાવતી હોવાની ચર્ચા છે.
૧૮મી તારીખે કેએલ રાહુલનો જન્મદિવસ હતો અને આથિયાએ સોશિયલ મીડિયા પર તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને પોતાના અને રાહુલના સંબંધોને જગજાહેર કર્યા છે.
આથિયાએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર એક બહુ સુંદર અને લાગણીવશ સંદેશો આપીને તેને વિશ કર્યું છે.
આથિયાએ એક દિલવાલુ ઇમોજીની તસવીર શેર કરતાં કેપ્શન આપ્યું છે કે, હેપ્પી બર્થઢે, માઇ પર્સન. આ પોસ્ટ વાંચીને રાહુલ હસતો જોવા મળી રહ્યો છે.
જોકે એક ચર્ચા એવી પણ છે કે, રાહુલ આકાંક્ષા રંજનના પ્રેમમાં છે. જે આથિયાની સહેલી છે. પરંતુ આથિયાની આ પોસ્ટ પરથી લાગે છે કે તે અને રાહુલ પ્રેમમાં છે. તેણે પોસ્ટમાં રાહુલને માય પર્સન કહીને સંબોધ્યો છે.
આકાંક્ષા રંજને રાહુલને કેલુ કહીને શુભેચ્છા આપી છે. તેણે પોતાની પોસ્ટમાં રાહુલને એક ખાસ મિત્ર જણાવ્યો છે.