Entertainment

આથિયાનો છબરડોઃ આશાને બદલે લત્તા મંગેશકરની તસવીર મૂકી

By GS Team
14 Apr 20261 min read
આથિયાનો છબરડોઃ આશાને બદલે લત્તા મંગેશકરની તસવીર મૂકી

- સોશિયલ મીડિયા પર ટીકાઓનો વરસાદ

- બાદમાં તસવીર બદલીઃ કેટલાક લોકોએ ટેકનિકલ મેટર ગણાવી બચાવ કર્યો

મુંબઈ : આથિયા શેટ્ટીએ સ્વ. આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપતી વખતે આશા ભોસલેને બદલે લત્તા મંગેશકરની તસવીર પોસ્ટ કરી હતી. તેના કારણે સોશિયલ મીડિયામાં લોકોએ તેની ભારે ટીકા થઈ હતી.

જોકે, થોડીવારમાં જ આથિયાએ આ ભૂલ સુધારી હતી અને સ્વ. આશા ભોસલેની તસવીર મૂકી દીધી હતી. 

કેટલાક લોકોએ ટીકા કરી હતી કે આ નવી પેઢીના કલાકારોને પીઢ કલાકારોનો કોઈ પરિચય નથી કે કોઈ સૌજન્ય કે સન્માન જેવું પણ નથી. ફક્ત દેખાડા ખાતર તેઓ આવી પોસ્ટ કરે  છે. જોકે, કેટલાક લોકોએ બચાવ કર્યો હતો કે તસવીરો એપલોડ કરતી વખતે એકને બદલે બીજી તસવીર અપલોડ થઈ જવી એ બહુ સામાન્ય બાબત છે. ઘણા કુશળ લોકોથી પણ ઉતાવળમાં આવી  ભૂલ થતી હોય છે. તેને બહુ મોટું સ્વરુપ આપવાની જરુર નથી.