પનવેલના ફાર્મહાઉસમાં સલમાન ખાન 22 લોકો સાથે ફસાઇ ગયો છે
- જોકે તેઓ ક્વોરનટાઇનમાં રહ્યા છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 18 એપ્રિલ 2020, શનિવાર
સલમાન ખાન લોકડાઉનના સમયમાં પોતાના પનવેલના ફાર્મહાઉસ પર રહે છે. જોકે તેની સાથે ૨૨ લોકો રહે છે.લોકડાઉન થતાં જ આ બધા લોકો ત્યાં ફસાઇ ગયા છે. જોકે તેમને કોઇ તકલીફ નથી.
સલમાનના વૈભવી ફાર્મહાઉસમાં તેની સાથે યૂલિયા વંતરુ પણ છે. રિપોર્ટના અનુસાર સલમાન ખાન માર્ચના મધ્યમાં પોતાના બનેવી આયુષ શર્માની અપકમિંગ ફિલ્મ માટે ચર્ચા કરવા પનવેલ ફાર્મહાઉસ ગયો હતો. સલમાન સાથે તેની બહેન અલવીરા અગ્નિહોત્રી અને મિત્ર વાલુશા ડિસોઝા પણ વિકેન્ડ મનાવા ગયા હતા. જોકે તેઓ હવે લોકડાઉનના કારણે ત્યાં ફસાઇ ગયા છે.
રિપોર્ટમાં એમ પણ જણાવામાં આવ્યું છે તે સલમાન ખાન સાથે ગેંદા ફૂલ ગીતની ચર્ચા કરવા જેકલિન ફર્નાડિસ પણ ગઇ હતી અને તે પણ તેની સાથે જ છે. આ ઉપરાંત ફાર્મહાઉસ પર સોહેલ ખાનનો પુત્ર નિર્વાન, તેના ત્રણ મિત્રોે અને સ્ટાફ સહિત ૨૨ લોકો સામેલ છે. કહેવાય છે કે, બંગલામાં નવ બેડરૂમ અને બે પુલ આવેલા છે. સલમાનનો આ બંગલો બહુ જ મોટો અને પ્રત્યેત સુવિધા ધરાવતો છે.
સલમાન સોશિયલમીડિયા પર ફાર્મહાઉસ પરની પોતાની તસવીરો પોસ્ટ કર્યા કરે છે.
સલમાન તેના પરિવારને ખાસ કરીને પિતા સલીમ ખાનને મિસ કરીરહ્યો છે. જોકે તેણે જણાવ્યું હતું કે, અમે વારંવાર ફોનથી સંપર્કમાં છીએ છતાં મને માતા-પિતાની યાદ બહુ આવે છે.