દિગ્ગજ 'વિલન' પાણીમાં ડૂબી રહ્યો હતો લોકો તાળી વગાડી રહ્યા હતા, 9 ભાષાની ફિલ્મોમાં કર્યું છે કામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Actor Ashish Vidyarthi Birthday: એક્ટિંગ એવી કરો કે, લોકો વિચારમાં પડી જાય કે, આ હકીકત છે કે માત્ર નાટક છે. 80-90ના દાયકામાં અનેક સ્ટાર્સે આ વાતનો અમલ કરી બતાવ્યો હતો. અમરીશ પુરી, પ્રેમ ચોપડા અને પ્રાણ જેવા દિગ્ગજ કલાકારોએ વિલન બનીને લોકોને ડરનો અનુભવ કરાવ્યો હતો. બીજી તરફ ઘણા સ્ટાર્સ એવા પણ રહ્યા જેમણે પોતાની દમદાર એક્ટિંગના દમ પર લોકોને તેમને નફરત કરવા માટે મજબૂર કર્યા. અમે વાત કરી રહ્યા છીએ ખતરનાક અને ખૂંખાર વિલનનું પાત્ર ભજવી ચૂકેલા આશિષ વિદ્યાર્થીની.
9 ભાષાની ફિલ્મોમાં કર્યું છે કામ
આશિષ વિદ્યાર્થીએ 9 ભાષાઓમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિગ્ગજ અભિનેતા પોતાના કામની સાથે-સાથે તેમના અંગત જીવનને કારણે પણ હંમેશા ચર્ચામાં રહ્યા છે. આશિષ વિદ્યાર્થી 19 જૂને એટલે કે આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અભિનેતા પોતાના બીજા લગ્નને કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે. પરંતુ આજે અમે તમને તેમની સાથે જોડાયેલો એક જૂનો કિસ્સો કહેવા જઈ રહ્યા છીએ, જ્યાં તે મોતના મુખમાં જઈ રહ્યો હતો અને ત્યાં હાજર લોકોએ એક્ટિંગ સમજીને તેને બચાવવાનો પ્રયાસ પણ નહોતો કર્યો.
એક્ટર ખરેખર ડૂબી રહ્યો હતો અને લોકોને લાગ્યું તે એક્ટિંગ કરે છે
આ કિસ્સો વર્ષ 2016નો છે. આશિષ વિદ્યાર્થી ફિલ્મ બોલિવૂડ ડાયરી માટે શૂટિંગ કરી રહ્યો હતો. તેણે પાણીમાં એક સીન શૂટ કરવાનો હતો. તેણે પોતાના સીનમાં જીવ ફૂંકવા માટે થોડા ઊંડા પાણીમાં જવાનો નિર્ણય લીધો. પરંતુ જોત-જોતામાં એક સમય એવો આવી ગયો કે, તે ખરેખર પાણીમાં ડૂબવા લાગ્યો. તેનો ડૂબતો જઈને પણ લોકો તેને બચાવવા માટે આગળ નહીં આવ્યા, કારણ કે બધા એવું જ વિચારી રહ્યા હતા કે તે ફિલ્મ માટે એક્ટિંગ કરી રહ્યો છે. પોતાની ફિલ્મોમાં આશિષ વિદ્યાર્થી એટલી વાર મરી ચૂક્યો છે કે લોકોને વિશ્વાસ જ ન થયો કે તે ખરેખર ડૂબી રહ્યો છે.
આ પણ વાંચો: એક્શન કિંગ હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝને Honourary Oscar થી સન્માનિત કરાશે
182 ફિલ્મોમાં હીરોએ મોતને ઘાટ ઉતાર્યો
આશિષ વિદ્યાર્થીને પાણીમાં ડૂબતો જોઈને લોકો તાળી વગાડી રહ્યા હતા. પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આશિષ વિદ્યાર્થીનો જીવ બચાવ્યો અને તેને પાણીમાંથી બહાર કાઢ્યો. આશિષ વિદ્યાર્થીએ પોતાની મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. લગભગ 182 ફિલ્મોમાં હીરોએ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. અભિનેતાની લોકપ્રિય ફિલ્મોની યાદીમાં બિછૂ, ક્યો કી મેં જુઠ નહીં બોલતા, ચોર મચાયે શોર, જોરુ કા ગુલામ, કહો ના પ્યાર હૈ જેવી ફિલ્મો સામેલ છે અને તેણે આ બધી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે.









