Get The App

આશિષ ચંચલાનીએ એલી અવરામ સાથે ડેટિંગની અટકળો પર તોડ્યું મૌન, કહ્યું; 'હું પાગલ નથી...'

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
Ashish Chanchlani On Dating Rumours
(Image: Instagram @ashishchanchlani)

Ashish Chanchlani On Dating Rumours: તાજેતરમાં જ આશિષ ચંચલાનીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે એલી અવરામને તેડીને ઊભો હતો. એલી અવરામના હાથમાં ફૂલ હતા અને બંને ખિલખિલાટ હસી રહ્યા હતા. તસવીર શેર કરતાની સાથે આશિષે કેપ્શનમાં લખ્યું હતું 'ફાઇનલી'. આ ફોટો પરથી લોકો અંદાજો લગાવી રહ્યા હતા કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે આશિષ ચંચલાનીએ સોશિયલ મીડિયા લાઇવ દ્વારા આ અફવાઓ પર રમૂજી રીતે પ્રતિક્રિયા આપી છે, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે.

હું પાગલ નથી થઈ ગયો - આશિષ

આશિષ ચંચલાનીએ સોશિયલ મીડિયા લાઇવ દરમિયાન મજાકમાં કહ્યું, 'હું ક્યારેય આ વ્યક્તિને ડેટ કરવાનો નથી. હું પાગલ નથી થઈ ગયો, કારણ કે એલી સાથે કામ કરવું એ સિંહના મોંમાં હાથ નાખવા જેવું છે. શરૂઆતમાં, અમે તેને મજાક તરીકે લીધું કારણ કે મારા ફેન્સ મારી મસ્તી કરવાની આદત પરિચિત છે, પરંતુ અમને નહોતું લાગતું કે આ મજાક આટલી મોટી થઈ જશે.' 

આ પણ વાંચો: શ્રેયસ તલપડેને સુપ્રીમ કોર્ટે આપી રાહત: કરોડોની છેતરપિંડીના કેસમાં ધરપકડ પર સ્ટે

એલી અવરામે શું કહ્યું?

એલી અવરામે પણ આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'જ્યારે લોકોએ મને અભિનંદન આપવાનું શરૂ કર્યું, ત્યારે મને ખબર નહોતી કે મારે શું કહેવું. પરંતુ એ સારું લાગ્યું કે લોકોએ અમને પસંદ કર્યા. હું અને આશિષ ફક્ત સારા મિત્રો છીએ અને આ બધું 'ચંદાનીયા' મ્યુઝિક વીડિયોનો એક ભાગ હતું.'

'ચંદાનીયા' મ્યુઝિક વીડિયો મિથુનના સંગીત નિર્દેશન હેઠળ બનાવવામાં આવ્યો છે. આ ગીત વિશાલ મિશ્રાએ ગાયું છે અને સૈયદ કાદરીએ લખ્યું છે. જેના શૂટિંગ દરમિયાન આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. આશિષ અને એલીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે.

આશિષ ચંચલાનીએ એલી અવરામ સાથે ડેટિંગની અટકળો પર તોડ્યું મૌન, કહ્યું; 'હું પાગલ નથી...' 2 - image


Tags :