FOLLOW US

આર્યનની વેબ સીરીઝના હીરો તરીકે લક્ષ્ય લાલવાની ફાઈનલ

Updated: May 26th, 2023


- લક્ષ્ય 'બેધડક'માં શનાયા કપૂરનો હીરો

- સ્ટારડમ વેબસીરીઝ માટે આર્યન દ્વારા 800નું  કડક ઓડિશન, છ-છ રાઉન્ડ થયા

મુંબઇ : શાહરુખ ખાનના પુત્ર આર્યનની બોલીવૂડની ગતિવિધિઓ આધારિત વેબસીરીઝ 'સ્ટારડમ'માં હીરો તરીકે લક્ષ્ય લાલવાની ફાઈનલ થયો છે. આ વેબસીરીઝ દ્વારા આર્યન ડાયરેક્ટર તરીકે શરુઆત કરી રહ્યો છે. 

આર્યન ખાન કાસ્ટિંગ પ્રોસેસમાં ખાસ્સો સમય લગાડી રહ્યો છે. તેણે ૮૦૦ જેટલા કલાકારોનું ઓડિશન લીધું હતું.  જે લોકોએ પહેલા રાઉન્ડમાં પ્રોમિસિંગ પરપર્ફોમન્સ આપ્યું હતું તેમણે ૬ થી ૮ રાઉન્ડનું ોડિશન અને સ્ક્રીન ટેસ્ટ આપવાં પડયાં છેટ રનર છે. કહેવાય છે કે, આ શો માટે હજી ત્રણ એકટર્સને ફાઇનલ કરવામાં આવશે. લક્ષ્યએ ટેલિવિઝનથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આપછી તેન'ે દોસ્તાના ટુ ' પસંદ કરાયો હતો. જોકે, જાન્હવી કપૂર અને કાર્તિક આર્યનનું બ્રેક અપ થતાં એ ફિલ્મ અટકી પડી હતી. તે પછી લક્ષ્યને શનાયા કપૂર સાથે 'બેધડક' ફિલ્મ મળી છે. 

અફવા તો એવી પણ છે કે, આર્યન ખાનની આ વેબ સીરીઝમાં તેના પિતા શાહરૂખ ખાન અને રણવીર સિંહનો વિશેષ અપીયરન્સ પણ હશે. 

Gujarat
IPL-2023
Magazines