Entertainment

આર્યન ખાન દિલજીત દોસાંઝ સાથે એક ટ્રેકમાં ગાયકીની શરૂઆત કરશે

By GS TEAM
14 Sep 20251 min read
આર્યન ખાન દિલજીત દોસાંઝ સાથે એક ટ્રેકમાં ગાયકીની શરૂઆત કરશે

- શાહરૂખ પુત્ર ધ બૈડસ ઓફ બોલીવૂડ સીરીઝનો લેખક-દિગ્દર્શક અને ગાયક પણ હશે

મુંબઇ : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બોલીવૂડમાં એક મોટા પાયે કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. અભિનેતાને હાલ અભિનયમાં બિલકુલ રસ ન હોવાથી તે ધ બૈડસ ઓફ બોલીવૂડ નામની એક સીરીઝ બનાવી રહ્યો છે.  

જેનો તે લેખક, દિગ્દર્શક તો છે અને હવે તે દિલજીત દોસાંજ સાથે એક ટ્રેકમાં ગીત પણ ગાવાનો છે. 

૧૮ સપ્ટેમ્બરના રોજ આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

તેન્નૂ કી પટ્ટા શીર્ષકવાળું આ ગીત આ સીરીઝના સાઉન્ડટ્રેકનું નવીનત્તમ સંસ્કરણ છે. જેમાં આર્યનનો આજ આશિકના રૂપે સામેલ છે, સાથે દિલજીત પણ છે. આ  જ આલ્બમના બે જુના ટ્રેક, તૂ પહલી તૂ આથિરી અને બદલી સી હવાનો આગળનો ભાગ છે.

આ સીરીઝમાં આર્યને પિતાના સંબંધોનો ફાયદો ઉઠાવીને આમિર ખાન,એસએસ રાજામૌલી, દિશા પટાણી, કરણ જોહર, બાદશાહ અને સ્વયં શાહરૂખ થેમજ અન્ય કલાકારો કેમિયો કરવાના છે.