Get The App

આર્યન ખાન બ્રાઝિલની એકટ્રેસને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા

Updated: Apr 3rd, 2024

GS TEAM

Google News
Google News
આર્યન ખાન બ્રાઝિલની એકટ્રેસને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા 1 - image


- આર્યને લારિસાની માતાને ગિફ્ટ પણ મોકલી

- આર્યનથી સાત વર્ષ મોટી લારિસા તેની ક્લોથિંગ બ્રાન્ડના પ્રમોશનમાં જોવા મળી હતી

મુંબઇ : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પોતાની વેબ સીરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે તેના ડેટિંગના સમચાર આવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા  યૂઝરે દાવો કર્યો છે કે, આર્યન બ્રાઝીલિયન એકટ્રેસ લારિસા બન્સીને ડેટ કરી રહ્યો છે.

લારિસા આર્યનથી સાત વર્ષ મોટી હોવાનું કહેવાય છે. તે તેની ક્લોથિંગ બ્રાન્ડના પ્રચારમાં જોવા મળી હતી. આર્યન ઈન્સ્ટાગ્રામ પર લારિસાના સમગ્ર પરિવારને ફોલો કરે છે. તેણે લારિસાની માતાને બર્થ ડે ગિફ્ટ પણ મોકલી હતી. 

લારિસા એ અક્ષય કુમારની 'દેસી બોયઝ 'ફિલ્મના ગીત સુબહ હોને ના દેમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે સાઉથની કેટલીક ફિલ્મો તથા મ્યુઝિક વીડિયોમાં પણ દેખાઈ ચૂકી છે. 

લારિસા તાજેતરમાં મુંબઈ આવી હતી ત્યારે આર્યને તેને એક જેકેટ પણ ગિફ્ટ કર્યું હતું. તે પછી બંનેનાં ડેટિંગની અફવાઓ શરુ થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે આર્યનની બહેન સુહાના અમિતાભ બચ્નનના દૌહિત્ર અગત્સ્ય નંદાને ડેટ કરતી હોવાનું કહેવાય છે. બંનેએ 'આર્ચીઝ' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું તે પછી તેમનાં ડેટિંગની ચર્ચા શરુ થઈ હતી.

Tags :