Entertainment

આર્યનની જેમ આ સ્ટાર કિડ્સે એક્ટિંગને કહ્યું બાય-બાય, કોઈ બન્યો બિઝનેસમેન તો કોઈ સ્ટાઈલિસ્ટ

By GS TEAM
22 Aug 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે. તે સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'થી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. જ્યારે શાહરૂખની દીકરી સુહાનાએ એક્ટિંગમાં પોતાની કિસ્મત અજમાવી છે, ત્યાં આર્યને એક્ટિંગથી દૂર રહીને ડાયરેક્શન તરફ પગલું ભર્યું છે. જો કે, આર્યન પહેલો એવો સ્ટાર કિડ નથી જેણે એક્ટિંગ લાઈન છોડીને બીજા ક્ષેત્રમાં કરિયર બનાવ્યું હોય. આ રિપોર્ટમાં જાણીએ આવા બીજા સ્ટાર કિડ્સ વિશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્યનની જેમ આ સ્ટાર કિડ્સે એક્ટિંગને કહ્યું બાય-બાય, કોઈ બન્યો બિઝનેસમેન તો કોઈ સ્ટાઈલિસ્ટ

Starkids Career Choices Other Profession: બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે. તે સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'થી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. જ્યારે શાહરૂખની દીકરી સુહાનાએ એક્ટિંગમાં પોતાની કિસ્મત અજમાવી છે, ત્યાં આર્યને એક્ટિંગથી દૂર રહીને ડાયરેક્શન તરફ પગલું ભર્યું છે. જો કે, આર્યન પહેલો એવો સ્ટાર કિડ નથી જેણે એક્ટિંગ લાઈન છોડીને બીજા ક્ષેત્રમાં કરિયર બનાવ્યું હોય. આ રિપોર્ટમાં જાણીએ આવા બીજા સ્ટાર કિડ્સ વિશે.


અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચને એક્ટિંગમાં ન આવતાં કોલમિસ્ટ અને ઓથરનો વ્યવસાય પસંદ કર્યો. શ્વેતાની દીકરી નવ્યા નંદા નવેલી પણ બોલિવૂડથી દૂર છે. તે એક એન્ટરપ્રન્યોર છે.


સંજય દત્તની દીકરી ત્રિશાલા ન્યૂયોર્કમાં રહે છે. તે વ્યવસાયે મનોચિકિત્સક છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત કરતી રહે છે.


શર્મિલા ટાગોરના બાળકોમાંથી સૈફ અને સોહા અલી ખાને એક્ટિંગ વર્લ્ડને પસંદ કર્યું. જ્યારે સબા પટૌડી જ્વેલરી ડિઝાઇનિંગના વ્યવસાયમાં છે.


અનિલ કપૂરની દીકરી રિયા કપૂર બહેન સોનમની જેમ હિરોઈન ન બની. તે વ્યવસાયે ફિલ્મ પ્રોડ્યુસર અને સ્ટાઈલિસ્ટ છે.


જેકી શ્રોફની દીકરી ક્રિશ્ના ફિટનેસ એન્ટરપ્રન્યોર છે. તે ફિટનેસ સેન્ટર ચલાવે છે. તાજેતરમાં જ તેણે શોબિઝમાં એન્ટ્રી કરી છે. તે રિયાલિટી શોમાં જોવા મળી રહી છે. તે 'ખતરોં કે ખિલાડી 14'માં પણ જોવા મળી હતી. આજકાલ તે દેશી રિયાલિટી શો 'છોરિયા ચલી ગાંવ'માં ભાગ લઈ રહી છે. તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે.