Gen-Z છોકરાઓ તેમની વાસના છુપાવવા પ્રયાસ પણ નથી કરતા, અપૂર્વા મખીજાનો શોકિંગ દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Apoorva Makhija On Gen-Z Boys: રીબેલ કિડ અપૂર્વા મખીજાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ડેટિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, 'હું છેલ્લી વખત ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ડેટ પર ગઈ હતી. ડેટિંગ માર્કેટ ખૂબ જ ખરાબ છે અને વાસ્તવિક મંદી અહીં છે. મેં વિવિધ પ્રકારની ડેટિંગ સાઈટ્સનો ઉપયોગ કર્યો છે, પરંતુ મને તે ખૂબ જ કંટાળાજનક લાગે છે. છોકરાઓ તેમની પ્રોફાઈલ પર કંઈપણ લખી રહ્યા છે, તેઓ તેમની ઠરક (વાસના) છુપાવવાનો પ્રયાસ પણ નથી કરતા. બધા સારા છોકરાઓ પરિણીત છે. બજાર ખૂબ જ ખરાબ છે. અહીં વાસ્તવિક મંદી ચાલી રહી છે.'
અપૂર્વાએ આગળ કહ્યું કે, જે લોકો હાલમાં સિંગલ છે, જેમાં મારો પણ સમાવેશ થાય છે તેઓ સિંગલ છે કારણ કે કોઈ તેમને ઈચ્છતું નથી, અને તેઓ ઈચ્છવા લાયક લોકો પણ નથી. પહેલા હું હિન્જ, બમ્બલ પર હતી પણ લોકો મને સતત મેસેજ કરતા રહ્યા. ઓહ, તું એ જ છે, રીબેલ કિડ. તે ખૂબ જ વિચિત્ર છે કારણ કે મેં મારું આખું જીવન ઈન્ટરનેટ પર લગાવી દીધું છે, તેથી એક વ્યક્તિ મારા વિશે બધું જ જાણે છે અને પછી તેઓ મારા વિશે એક પૂર્વધારણા લઈને આવે છે.'
તેણીએ જણાવ્યું કે, મને ઘણી મેચ મળતી હતી, ડેટિંગ એપ પર વાતચીત ક્યાંથી શરૂ કરવી તે તેને સમજાતું નથી. લોકો ખૂબ કંટાળાજનક છે, લોકો વાત કેવી રીતે કરવી તે જાણતા નથી.
આ પણ વાંચો: બોલિવૂડની એક સમયની ઉમદા ડાન્સર લોરેન ગોટબિલે બોયફ્રેન્ડ સાથે ઈટાલીમાં કર્યા લગ્ન
Gen-Z છોકરાઓ તેમની વાસના છુપાવવા પ્રયાસ પણ નથી કરતા
અપૂર્વાએ વધુમાં કહ્યું કે જો તેની પાસે 1000 મેચ હોય તો તે ભાગ્યે જ 10 લોકો પર રાઈટ સ્વાઈપ કરે છે કારણ કે તે ખૂબ જ પસંદીદા છે. છોકરાઓએ ડેટિંગ પ્રોફાઈલ પર કંઈપણ લખ્યું છે - 'મી ઈનસાઈડ યુ'. છોકરાઓ પ્રયાસ પણ નથી કરી રહ્યા કે, તેઓ પોતાની વાસના છુપાવી શકે, Gen-Z વિશે સૌથી વધુ ખરાબ વાત છે કે, તેઓ પોતાની વાસના છુપાવવા પ્રયાસ પણ નથી કરતા.









