અનુષ્કા શર્માએ કરી ડિજિટલ ક્ષેત્રે નિર્માત્રી તરીકે ડેબ્યુની તૈયારી
- અભિનેત્રીએ પોતાની અનટાઇટલ સીરીઝનું ટીઝર રિલીઝ કર્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 એપ્રિલ 2020, બુધવાર
અનુષ્કા શર્મા વેબ ડેબ્યુ માટે તૈયાર છે. હાલમાં જ તેણે પોતાની આવનારી વેબ સીરીઝનું ટીઝર રિલીઝ કર્યું છે. તેણે ડિજિટલ ડેબ્યુ માટે અમેઝોન પ્રાઇમ વીડિયો સાથે હાથમ ેળવ્યા છે. જલદી તે પોતાની સીરીઝ રિલીઝ કરશે.
આ એક થ્રિલર વાર્તા પર આધારિત હશે. અનુષ્કાએ આ ટીઝર શેર કરતાં જણાવ્યું હતું કે, બધુ જ બદલાઇ જશે. સમય, લોકો વગેરે વગેરે. આ ટીઝરમાં જોકે કોઇ પણ એકટરના પ્રથમ લુકને રિવીલ કરવામાં આવ્યો નથી.
જોકે વેબ સીરીઝમાં અનુષ્કા અભિનય કરીત જોવા મળવાની નથી. તે આ વેબ સીરીઝનું નિર્માણ કરી રહી છે. આ રીતે ડિજિટલ ડેબ્યુ કરી રહી છે.