Entertainment

'અનુપમા'ના 'વનરાજ' સાથે પણ થયો હતો કાસ્ટિંગ કાઉચનો પ્રયાસ, કહ્યું- 'ફિલ્મમેકરે રોલના બદલામાં...'

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
સુધાંશુ પાંડેએ લોકપ્રિય સીરિયલ અનુપમામાં વનરાજ શાહ નામનું મજબૂત પાત્ર ભજવીને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. આ સીરિયલમાં તેમનું પાત્ર નેગેટીવ હોવા છતાં, દર્શકોને તેનું કામ ખૂબ ગમ્યું હતું. હવે અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અનુપમા'ના 'વનરાજ' સાથે પણ થયો હતો કાસ્ટિંગ કાઉચનો પ્રયાસ, કહ્યું- 'ફિલ્મમેકરે રોલના બદલામાં...'

Anupama fame Sudhanshu Pandey face Casting Couch: સુધાંશુ પાંડેએ લોકપ્રિય સીરિયલ અનુપમામાં વનરાજ શાહ નામનું મજબૂત પાત્ર ભજવીને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. આ સીરિયલમાં તેમનું પાત્ર નેગેટીવ હોવા છતાં, દર્શકોને તેનું કામ ખૂબ ગમ્યું હતું. હવે અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી છે. 

સુધાંશુ સાથે થયો હતો કાસ્ટિંગ કાઉચનો પ્રયાસ

ફિલ્મો, ટીવી અને મ્યુઝિક વીડિયોના અનુભવી અભિનેતા રહી ચૂકેલા સુધાંશુએ ખુલાસો કર્યો કે, 'મેં પણ બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. મને એક ખૂબ જ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા દ્વારા કામના બદલામાં જાતીય સંબંધો બાંધવાની ઓફર કરવામાં આવી હતી, જે હવે આ દુનિયામાં નથી રહ્યા. ભગવાન તેની આત્માને શાંતિ આપે, પણ તે મને આ સમાધાનના બદલામાં ફિલ્મમાં રોલ ઓફર કરી રહ્યા હતા.'

આ પણ વાંચો: દિલજીત દોસાંઝના સમર્થનમાં જાણીતા સિંગરની વિવાદિત ટિપ્પણી, કહ્યું- ભારતના 80 ટકા ગીતો પાકિસ્તાની

જે સાચું છે તેનો સાથ આપવો જોઈએ: સુધાંશુ

આ અંગે વાત કરતા અભિનેતાએ આગળ કહ્યું કે, 'મને તેના પ્રત્યે કોઈ કડવાશ નથી, મને લાગ્યું કે તેણે મારી સામે એક પ્રસ્તાવ મુક્યો હતો - તે કરવું કે નહીં, તે મારા પર નિર્ભર છે. હું ક્યારેય કોઈના અહંકારને સંતોષવા માટે અહીં નથી આવ્યો, આવી ઓફર માટે હું તૈયાર નથી એવું કહીને આ હું સરળતાથી ઠુકરાવી શકું છું. પરતું જો કોઈ મારી સાથે ખરાબ વર્તન કરે છે તો હું તેને થપ્પડ પણ મારી શકું છું. કારણકે જો કોઈ મને દબાણ કરે છે તો અમને ગુસ્સો આવે છે. દરેક માણસ માટે આ સામાન્ય છે. તમારે ફક્ત એ જોવાનું છે કે શું સાચું છે અને તેનો સાથ આપવો જોઈએ.'