Entertainment

સૈયારા સ્ટાર અનીત પડ્ડાની વધુ એક રોમાન્ટિક ફિલ્મ કન્ફર્મ

By GS TEAM
28 Aug 20251 min read
સૈયારા સ્ટાર અનીત પડ્ડાની વધુ એક રોમાન્ટિક ફિલ્મ કન્ફર્મ

- પંજાબના બેકગ્રાઉન્ડ પર રોમાન્ટિક ફિલ્મ હશે

- અનિત સામે હીરોની શોધ, ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષની મધ્યમાં શરુ થશે

મુંબઇ : 'સૈયારા' ફિલ્મની અણધારી સફળતાના કારણે રાતોરાત ચર્ચામાં આવી ગયેલી હિરોઈન અનીત પડ્ડાને વધુ એક રોમાન્ટિક ફિલ્મ મળી છે. જોકે, આ ફિલ્મમાં તેનો હિરો કોણ હશે તેની જાહેરાત હજુ થઈ નથી. 

આ ફિલ્મનું દિગ્દર્શન 'બેન્ડ બાજા  બારાત'ના દિગ્દર્શક મનીષ  શર્મા કરવાના છે.  ફિલ્મ પંજાબનાં બેકગ્રાઉન્ડ પર હશે. હાલ તેનું પ્રિ  પ્રોડક્શન વર્ક ચાલુ  થઈ ગયું છે અને મોટાભાગે આવતાં વર્ષના મધ્યમાં ફિલ્મનું શૂટિંગ શરુ થઈ જશે તેમ મનાય છે. 

'સૈયારા'ની સફળતા પછી અનેક મોટાં પ્રોડક્શન હાઉસ દ્વારા અનીતનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જોકે, તે બહુ સમજી વિચારીને ફિલ્મોની પસંદગીમાં આગળ વધી રહી છે.