'તારક મહેતા...', સીરિયલની વધુ એક એક્ટ્રેસે છોડ્યો શો, મેકર્સ પર લગાવ્યા આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image : Taarak Mehta Ka Ooltah Chashmah |
Taarak Mehta Ka Ooltah Chashmah : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેન્સ માટે ફેવરેટ શો રહ્યો છે. શોના દરેક કેરેક્ટર ઘણા પ્રખ્યાત થયા છે. આ શો છેલ્લા 18 વર્ષથી ચાલી રહ્યો છે. જેમાંના અનેક એક્ટર્સ શો છોડી ચૂક્યા છે. કેટલાક એક્ટર્સે મેકર્સ પર આરોપ પણ લગાવ્યા. આ શોમાં સુનિતાનો રોલ ભજવનાર એક્ટ્રેસ પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડ્યું છે. જેમાં સુનિતા શાકભાજી વેચનારનો રોલ કરતી હતી.
'તારક મહેતા...', સીરિયલની વધુ એક એક્ટ્રેસે છોડ્યો શો
સુનિતાનું કેરેક્ટરને પણ ફેન્સ પસંદ કરતા હતા. જોકે, એક્ટ્રેસે હવે આ શો છોડી દીધો છે. શો છોડવાની સાથે સુનિતાએ તેની તમામ મરાઠી એક્ટ્રેસને તે રોલ ન કરવા વિનંતી કરી છે. એક્ટ્રેસે શોના મેકર્સ પર પણ અનેક આરોપો લગાવ્યા છે.
એક્ટ્રેસે શું કહ્યું?
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'ક્યારેય કોઈના માટે પોતાની સેલ્ફ રિસ્પેક્ટને ખત્મ કરવી ન જોઈએ, જે તમારી ફિલિંગ અને ઈમોશન્સની પરવાહ ન કરે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે આભાર. હુ મહિલા મંડલ ટીમ....'
એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તે લોકો મને સોશિયલ મીડિયામાં પોસ્ટ ડિલીટ કરવા દબાણ કરતા હતા. આ સાથે તેઓ સોશિયલ મીડિયા પોસ્ટ પણ ચેક કરતા હતા કે, પોસ્ટ ડિલીટ કરી છે કે નહીં. હું આપણી મરાઠી એક્ટ્રેસને વિનંતી કરુ છું કે, તારક મહેતામાં સુનિતાનો રોલ ન કરતાં. કારણ કે, તારક મહેતામાં આ રોલ જરૂરી નથી. મારો અનુભવ છે. આપણે નોકર કે શાકભાજી વેચવાના કેરેક્ટર્સ માટે જન્મ નથી લીધો...'
આ પણ વાંચો: છાવા કે ધુરંધર નહીં પણ આ ફિલ્મે સૌથી ઓછા સમયમાં કમાયા 100 કરોડ, સ્ટાર એક્ટર રહ્યા પાછળ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમ તરફથી પ્રાજક્તાના આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. નોંધનીય છે કે, શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, ઝિલ મહેતા, ગુરુતરણ સોઢી, મોનિકા ભદોરિયા, કુશ શાહ અને પલક સિધવાણી જેવા કલાકારોએ શો છોડી દીધો છે.









