સિંગર અરિજિત સિંહ હવે ફિલ્મ દિગ્દર્શક બનશે
મુંબઇ : બોલીવૂડનો ટોચનો સિંગર અરિજિત સિંહ હવે દિગ્દર્શક તરીકે પણ ડેબ્યૂ કરી રહ્યો છે. તેણે પોતાની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મ જંગલ એડવેન્ચેર આધારિત હશે.
ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઇ ચુકી છે. અરિજિત અને કોયલ સિંહે સાથે મળીને આ ફિલ્મની વાર્તા લખી છે. હાલ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે. આવતા મહિને ફિલ્મનું કાસ્ટિંગ શરૂ થશે.
ફિલ્મના ટાઈટલ સહિતની અન્ય વિગતો પણ ટૂંક સમયમાં જાહેર કરાશે.
અરિજિતના ચાહકો આશા રાખી રહ્યા છે કે આ એક મ્યુઝિકલ ફિલ્મ પણ હશે.