Entertainment

'હું પ્રેગ્નેન્ટ છું...', એક્ટ્રેસ અંકિતા લોખંડેએ ખુદ આપી માહિતી, લગ્નના 4 વર્ષ બાદ પિતા બનશે વિક્કી જૈન

By GS TEAM
27 Jun 20252 mins read
TukuTouch Logo
ટેલિવિઝનની દુનિયામાં અંકિતા લોખંડે લોકપ્રિય અભિનેત્રી છે. તેના લગ્ન વર્ષ 2021 બિઝનેસમેન વિક્કી જૈન સાથે થયા હતા. હવે આ વર્ષે ડિસેમ્બરમાં તેમના લગ્નને 4 વર્ષ પૂર્ણ થઈ જશે. એ દરમિયાન હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેને લઈને પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાઈ રહી છે. 'લાફ્ટર શેફ સીઝન 2'માં પણ અંકિતાએ કૃષ્ણા અભિષેક સાથે મસ્તી કરતી વખતે કહી દીધું કે તે પ્રેગ્નન્ટ છે. અંકિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું પ્રેગ્નેન્ટ છું...', એક્ટ્રેસ અંકિતા લોખંડેએ ખુદ આપી માહિતી, લગ્નના 4 વર્ષ બાદ પિતા બનશે વિક્કી જૈન

Ankita Lokhande Shocks Everyone: ટેલિવિઝનની દુનિયામાં અંકિતા લોખંડે લોકપ્રિય અભિનેત્રી છે. તેના લગ્ન વર્ષ 2021 બિઝનેસમેન વિક્કી જૈન સાથે થયા હતા. હવે આ વર્ષે ડિસેમ્બરમાં તેમના લગ્નને 4 વર્ષ પૂર્ણ થઈ જશે. એ દરમિયાન હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેને લઈને પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાઈ રહી છે. 'લાફ્ટર શેફ સીઝન 2'માં પણ અંકિતાએ કૃષ્ણા અભિષેક સાથે મસ્તી કરતી વખતે કહી દીધું કે તે પ્રેગ્નન્ટ છે. અંકિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

'હું પ્રેગ્નન્ટ છું...'

અંકિતા અને કૃષ્ણા વચ્ચે મસ્તી-મજાક ત્યારે શરૂ થઈ જ્યારે કૃષ્ણા ખાવા બનાવવાના એક ઇંગ્રેડિયન્ટને અંકિતા પાસેથી ખેંચી દોડવા લાગ્યો. અંકિતા પણ તેના પાછળ દોડી. ત્યારે અંકિતાએ કૃષ્ણાને કહ્યું કે, તે વધારે દોડી શકતી નથી. હું પ્રેગ્નન્ટ છું... અંકિતાની આ વાત સાંભળીને તો કૃષ્ણા પણ આશ્ચર્યચકિત થઇ ગયો.

ખરેખર 'માં' બનવાની છે અંકિતા?

ત્યારબાદ કરણ કુંદ્રાએ પણ આવીને અંકિતાને પૂછ્યું કે શું તે ખરેખર 'મા' બનવાની છે. સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. કેટલાક યૂઝર્સે તો અંકિતાને શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું છે, જ્યારે કેટલાકને હજુ પણ વિશ્વાસ નથી. જોકે, અંકિતા પ્રેગ્નન્ટ છે કે નહીં તે વિશે હજુ કોઈ ઔપચારિક નિવેદન સામે આવ્યું નથી. શક્ય છે કે અંકિતાએ આ વાત મસ્તીમાં કહી હોય, અથવા તે સાચું પણ હોઈ શકે. પણ, તેનો ખુલાસો આવનારા કેટલાક સમયમાં જ થઈ જશે.

આ પણ વાંચો : 'જેઠાલાલ' અને 'બબિતા'એ છોડી દીધું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'?, આજકાલ દેખાતા નહીં હોવાથી ચર્ચા