જાણીતા ભોજપુરી એક્ટરની વાહિયાત હરકતનો ભોગ બની અભિનેત્રી, ઈન્ડસ્ટ્રી છોડવાનું કર્યું એલાન
Anjali Raghav Quits Bhojpuri Industry: એક્ટ્રેસ અંજલિ રાઘવે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડવાની જાહેરાત કરી છે. આ ઇન્ડસ્ટ્રી છોડવા પાછળનું કારણ પણ તેણે જણાવ્યું છે. અંજલિ રાઘવનો આરોપ છે કે ભોજપૂરીના જાણીતા સ્ટાર પવન સિંહે તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. એક્ટ્રેસ જણાવ્યું કે પવને તેને જાહેરમાં અયોગ્ય રીતે કમર પાસે રીતે સ્પર્શ કર્યો હતો. અંજલી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ છોડવાની જાહેરાત નથી કરી પણ સાથે તે ખરાબ હરકતના કારણે પવન સિંહને ફટકાર પણ લગાવી છે. પવન સિંહનો વીડિયો વાઇરલ થયા પછી અંજલીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી આ તેની ખરાબ હરકત વિશે વાત કરી હતી. તે જણાવી રહી છે કે પવન નો વીડિયો વાઇરલ થયા પછી તે ખૂબ જ હેરાન છે.
આ પણ વાંચો: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂરની 'પરમ સુંદરી' ફિલ્મ બૉક્સ ઑફિસ પર પાસ કે ફેલ?
અંજલિ રાઘવે મૌન તોડ્યું
પવન સિંહનો વીડિયો વાઇરલ થયા બાદ અંજલિ રાઘવે તેના ઇન્સ્ટાગ્રામ પર બે વીડિયો પોસ્ટ કર્યા હતા. અંજલિએ તેના વીડિયોમાં કહ્યું કે, 'હું બે દિવસથી ખૂબ જ પરેશાન છું. મને બે દિવસથી સતત મેસેજ આવી રહ્યા છે. લોકો મને પૂછી રહ્યા છે કે લખનઉની ઘટનામાં હું કેમ હું ચૂપ રહી?, મે કંઈ કેમ ન કહ્યું, મેં કોઈ કાર્યવાહી કેમ ન કરી, મેં તેને લાફો કેમ ન માર્યો અને કેટલાક લોકો મને કન્ફ્યૂઝ કરી રહ્યા છે. કેટલાક લોકો મીમ્સ બનાવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે હું તો હસી રહી હતી, મજા લઈ રહી હતી, જો કોઈ મને જાહેરમાં આ રીતે સ્પર્શ કરે તો શું હું ખુશ થઈશ? શું મને આનંદ થશે?
અંજલિએ જણાવી આખી ઘટના
અંજલિ રાઘવે વીડિયોમાં આગળ ઘટના વિશે વિગતવાર જણાવતા કહ્યું કે, જ્યારે તે લખનઉમાં સ્ટેજ પર ઑડિયન્સને સંબોધિત કરી રહી હતી, ત્યારે પવન સિંહે તેની કમર તરફ ધ્યાન દોર્યું અંજલીએ કહ્યું કે,'જ્યારે તેમનું ધ્યાન મારી કમર પર ગયું ત્યારે તેમને કહ્યું કે કઇ લાગ્યું છે, તેને ફરી વાર મને સ્પર્શ કરી ને કહ્યું કઇક લાગ્યું છે, મને પણ તેમની વાત સાચી લાગી કે કદાચ કમર પર કઇક લાગ્યું હશે એટલે તે બોલી રહ્યો છે. જ્યારે મે મારી ટીમને પૂછ્યું કે કમર પર સાચે કઇક લાગ્યું હતું? તેમને મને ના પાડી, ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો અને રડવા પણ લાગી. મને સમજાતું નહોતું કે હું હવે શું કરું?'
પવન સિંહની પીઆર ટીમે રમી માઇન્ડ ગેમ
અંજલિએ વીડિયોમાં આગળ જણાવ્યું કે પવન સિંહની પીઆર ટીમ ખૂબ જ મજબૂત છે, જેણે તેને કંઈપણ પોસ્ટ કરવાની કે લખવાની મનાઈ ફરમાવી હતી. કારણ કે વસ્તુઓ તેની વિરુદ્ધ જઈ શકે છે. અંજલિના મતે, તે વિચારી રહી હતી કે એક કે બે દિવસમાં મામલો શાંત થઈ જશે. આ કારણે, તેણે પરિસ્થિતિને અવગણી. પરંતુ મામલો શાંત ન થયો, પણ વધુ વધ્યો. તે કહે છે, 'કોઇ પણ યુવતીને તેની મંજૂરી વગર સ્પર્શ કરવું તેનું હું બિલકુલ સમર્થન નથી કરતી. આ ખૂબ જ ખોટી વાત છે. આ રીતે સ્પર્શ કરવું ખોટું છે. જો હરિયાણામાં પણ આવું જ બન્યું હોત, તો મને પ્રતિક્રિયા આપવાની જરૂર ન પડી હોત. ત્યાંના લોકોએ પોતાની રીતે પ્રતિક્રિયા આપી હોત. પરંતુ હું તેની જગ્યાએ લખનૌમાં હતી.'