સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂરની 'પરમ સુંદરી' ફિલ્મ બૉક્સ ઑફિસ પર પાસ કે ફેલ?
Param Sundari Collection Day 1 :બોલિવૂડના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'પરમ સુંદરી'ને જોવા દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ રોમેન્ટિક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી દર્શકોને લાગ્યું હતું કે કે ફિલ્મ બૉક્સ ઑફિસ પર અનેક રેકોર્ડ તોડશે. મેડોક બેનર હેઠળ બનેલી ફિલ્મ 'પરમ-સુંદરી'નું પહેલા દિવસનું બૉક્સ ઑફિસ કલેક્શન સામે આવ્યું છે. ચાલો જાણીએ કે 'પરમ સુંદરી' ફિલ્મના પહેલા દિવસની કેટલી કમાણી થઈ છે.
પહેલા દિવસનું બૉક્સ ઑફિસ કલેક્શન
'પરમ સુંદરી' ફિલ્મ રિલીઝ થાય તેની પહેલા દર્શકોને એવી આશા હતી કે આ ફિલ્મ પહેલા દિવસે 7થી 9 કરોડની ઓપનિંગ કરશે. દર્શકોના અનુમાન પ્રમાણે ફિલ્મે પહેલા જ દિવસે 7.25 કરોડની ઓપનિંગ કરી છે. પણ આ ફિલ્મે પહેલા દિવસના કલેક્શનની તુલનામાં વોર 2 અને કૂલીના પહેલા દિવસનું કલેક્શને પાછળ નથી છોડી શકી. પણ સિદ્ધાર્થ અને જાહ્નવી બંનેની છેલ્લી ફિલ્મની તુલનામાં 'પરમ સુંદરી'ની ઓપનિંગને ઠીક માનવામાં આવી રહી છે. જોકે આ બૉક્સ ઑફિસનું કલેક્શન ગઈ કાલ રાતની છે આજે સવારના કલેક્શનમાં આ આકડો વધી શકે છે.
આટલા કરોડના બજેટમાં બની 'પરમ સુંદરી'
તુષાર જલોટા દ્વારા દિર્ગદર્શિત આ ફિલ્મનું બજેટ વધારે નથી. આ ફિલ્મ કુલ 40 થી 50 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. જેમ જેમ 'કૂલી' અને 'વોર 2' બોક્સ ઓફિસ પર નિષ્ફળ થઈ રહી છે, ત્યાં 'પરમ સુંદરી' પાસે આ એક તક છે કે તે ફિલ્મ પોતાનું બજેટ પ્રાપ્ત કરીને આ વર્ષની હિટ લિસ્ટમાં સામેલ થઈ શકે. હવે આ ફિલ્મ વીકેન્ડ પર કેવી કમાણી કરે છે, એ જોવાનું બાકી છે.
જાણો ફિલ્મની વાર્તા...
પરમ (સિદ્ધાર્થ મલ્હોત્રા) જે શ્રીમંત પરિવારનો દીકરો છે, જે તેના પિતા (સંજય કપૂર)ની અરબોની મિલકતને પોતાના દમ પર વધારવા ઈચ્છે છે. પરંતુ દુ:ખની વાત એ છે કે તેની ખરાબ કિસ્મતને કારણે તેના પ્રોજેક્ટ્સ દરેક વખતે નિષ્ફળ રહે છે. સતત નુકસાન થવા છતાં પરમ એક એવી ઍપ લોન્ચ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરે છે, જે સોલમેટને મળાવાનો દાવો કરે છે. પણ આ વખતે પરમના પિતા પરમને એક અલ્ટીમેટમ આપે છે કે તે સાબિત કરી બતાવે કે આ એપ કામ કરશે કે નહીં, અથવા તો તે તેના પિતાના પૈસાને ભૂલી જાય, વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે પરમની એપ તેને કેરળમાં રહેનારી ખૂબ સુંદર છોકરી સુંદરીને મળાવે છે. પરમ પોતે તેની એપની સત્યતા જાણવા અને સાબિત કરવા સુંદરીને મળવા પહોંચે છે. આગળ શું થાય છે તે જાણવા તમને થિયટરમાં જઇ ‘પરમ સુંદરી’ જોવી પડશે.