Get The App

સ્ટાર સિંગર-મ્યુઝિશિયન સાથે લગ્ન કરશે કાવ્યા મારન? અટકળો તેજ, રજનીકાંત સાથે છે કનેક્શન

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
સ્ટાર સિંગર-મ્યુઝિશિયન સાથે લગ્ન કરશે કાવ્યા મારન? અટકળો તેજ, રજનીકાંત સાથે છે કનેક્શન 1 - image

Who is Anirudh Ravichander: દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા ગાયક અને મ્યુઝિશિયન અનિરુદ્ધ રવિચંદર ટૂંક સમયમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિકણ કાવ્યા મારન સાથે લગ્ન કરવાના છે તેવા અહેવાલો વહેતા થયા છે. અનિરુદ્ધ રવિચંદરના પિતા રવિ રાઘવેન્દ્ર એક ફિલ્મ અભિનેતા છે અને તેમની માતા લક્ષ્મી રવિચંદર એક ક્લાસિકલ ડાન્સર છે. અનિરુદ્ધ સુપરસ્ટાર રજનીકાંતના ભત્રીજા છે.અનિરુદ્ધના પરદાદા કે. સુબ્રમણ્યમ 1930 ના દાયકાના પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક હતા.

કાવ્યા મારનની અનિરુદ્ધ રવિચંદર સાથે ડેટિંગની ચર્ચા

અહેવાલો અનુસાર, અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન ઘણાં સમયથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, બંનેએ ક્યારેય આ વાત સ્વીકારી નથી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને ટૂંક સમયમાં લગ્ન કરશે. તેમના સંબંધોની ચર્ચા સાચી માનવામાં આવી રહી છે કારણ કે બંને ઘણી વખત રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા છે. અમેરિકાના લોસ વેગાસમાં બંને સાથે જોવા મળ્યા હોવાની પણ ચર્ચા થઈ છે.  વર્ષ 2023માં દક્ષિણ ભારતીય અભિનેત્રી કીર્તિ સુરેશને ડેટ કરવા બદલ અનિરુદ્ધનું નામ ચર્ચામાં આવ્યું હતું. જોકે, અભિનેત્રીએ આ વાતોને અફવાઓ ગણાવીને ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે, દરેક એન્ગલથી તપાસ થશે: એવિએશન મિનિસ્ટર

અનિરુદ્ધ રવિચંદરે બાળપણથી જ સંગીતનો શોખ

અનિરુદ્ધ રવિચંદરે બાળપણથી જ સંગીતનો શોખ હતો. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે, તેમણે લંડનની ટ્રિનિટી કોલેજમાંથી પિયાનો શીખ્યા હતા. ત્યારબાદ તેમણે સાઉન્ડ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સ પણ કર્યો. તેમણે શાળાના દિવસોમાં એક બેન્ડનો ભાગ હતા. આ બેન્ડે એક સંગીત રિયાલિટી શો જીત્યો, જેના જજ એ.આર. રહેમાન હતા.

આ ગીતથી અનિરુદ્ધ રવિચંદરે ખ્યાતિ મેળવી 

ગાયક અને મ્યુઝિશિયન અનિરુદ્ધ રવિચંદર વર્ષ 2012માં પહેલું ગીત કમ્પોઝ કર્યું હતું. વ્હાય ધીસ કોલાવેરી ડી ગીત તમિલ સુપરસ્ટાર ધનુષ દ્વારા ગાયું હતું, જેણે ધમાલ મચાવી દીધી હતી. તેણે કારકિર્દીની શરૂઆતમાં ઘણી પ્રખ્યાત ફિલ્મોથી કરી હતી.  આ ફિલ્મોમાં મુખ્ય પાત્રની એન્ટ્રી માટે તેમના સંગીતનો ઉપયોગ બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે કરવામાં આવ્યો હતો. આમાં વિજયની ફિલ્મ માસ્ટરમાં 'વાથી કમિંગ' ગીત અથવા કમલ હાસનની ફિલ્મ વિક્રમનું થીમ સોંગ શામેલ છે. આમાંની ઘણી ફિલ્મો અનિરુદ્ધના ઇલેક્ટ્રિક બેકગ્રાઉન્ડ મ્યુઝિકને કારણે સુપરહિટ બની છે.

સ્ટાર સિંગર-મ્યુઝિશિયન સાથે લગ્ન કરશે કાવ્યા મારન? અટકળો તેજ, રજનીકાંત સાથે છે કનેક્શન 2 - image