Get The App

ANIMAL ફિલ્મમાં આ ફોટોના કારણે બોબી દેઓલને મળ્યો હતો રોલ, જાણો ડાયરેક્ટરે શું રાખી હતી ડિમાન્ડ

એનિમલ ફિલ્મમાં અબરાર હકની ભૂમિકા નિભાવેલા અભિનેતા બોબી દેઓલે લાંબો સમય બોલિવૂડમાં કોઈપણ કામ વગર વિતાવ્યો છે

એવામાં અભિનેતાએ જણાવ્યું કે તેને કેવી રીતે કામ મળ્યું હતું

Updated: Dec 9th, 2023

GS TEAM

Google News
Google News
ANIMAL ફિલ્મમાં આ ફોટોના કારણે બોબી દેઓલને મળ્યો હતો રોલ, જાણો ડાયરેક્ટરે શું રાખી હતી ડિમાન્ડ 1 - image


Animal Bobby Deol: રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં બોબી દેઓલની ભૂમિકા ખુબ નાની છે. પણ આ ઓછા સમયમાં પણ બોબી દેઓલે તેની એક્ટિંગનો જાદુ ચલાવીને દર્શકોનું દિલ જીત્યું છે. હાલ સોશિયલ મીડિયામાં પણ રણબીર કપૂર કરતા બોબી દેઓલ વધુ દેખાય છે. એવામાં હવે બોબી દેઓલે એક ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ માટે તેમનું કાસ્ટિંગ કઈ રીતે કરવામાં આવ્યું હતું. આ કિસ્સો ખુબ જ રસપ્રદ છે, ચાલો તે જાણીએ. 

આ રીતે થયું તેમનું એનિમલમાં કાસ્ટિંગ

ફિલ્મમાં કાસ્ટિંગ બાબતે બોબી દેઓલે જણાવ્યું કે જયારે સેલિબ્રિટી ક્રિકેટ લીગ રમાઈ રહી હતી ત્યારનો બોબી દેઓલનો એક ફોટો હતો. એ સમયે તેમની પાસે વધુ કામ ન હતું. એવામાં તેમનો ચિંતાજનક અને નિરાશ ચહેરો નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની નજરમાં આવ્યો. ત્યારબાદ સંદીપે બોબી દેઓલ સાથે અબરાર હકની ભૂમિકા માટે કાસ્ટ કરવા બાબતે વાત કરી. કારણકે તેમના ચિંતાજનક અને નિરાશ એક્સપ્રેશન ખુબ જ સારા હતા. 

ANIMAL ફિલ્મમાં આ ફોટોના કારણે બોબી દેઓલને મળ્યો હતો રોલ, જાણો ડાયરેક્ટરે શું રાખી હતી ડિમાન્ડ 2 - image

એ ફોટો હાલ પણ છે બોબી દેઓલના મોબાઈલમાં 

ફિલ્મ એનિમલ માટે સંદીપ રેડ્ડી વાંગા જયારે બોબી દેઓલને મળવા આવ્યા હતા ત્યારે સેલિબ્રિટી ક્રિકેટ લીગનો બોબી દેઓલનો એ ફોટો સાથે લાવ્યા હતા. જયારે બોબી દેઓલ સંદીપને મળ્યા ત્યારે તેમનો નિરાશ અને ચિંતાજનક ફોટો સંદીપે બતાવ્યો હતો. બોબી કહ્યું કે એ ફોટો હાલ પણ તેમના મોબાઈલમાં છે. તેમજ બોબી દેઓલે મજાકમાં કહ્યું કે તેમના બેરોજગારીના દિવસો કામ લાગ્યા. 

શુટિંગના દિવસો બોબી માટે હતા ખુબ જ ખાસ 

બોબી દેઓલે કહ્યું કે ફિલ્મનું જયારે શુટિંગ ચાલતું હતું ત્યારે શોટ પછી જયારે નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા અને આખા ક્રૂએ તાળીઓ પડી મારી એક્ટિંગ વખાણી હતી. એ સમયે મને સમજાતું ન હતું કે મારી સાથે શું થઇ રહ્યું છે. જયરે આ બાબતે તેમણે સંદીપ રેડ્ડી વાંગાને પૂછ્યું તો તેમણે કહ્યું કે એવોર્ડ વિનીંગ પરફોર્મન્સ છે. કોઈ કામ વગર લાંબા સમયથી ઘર પર બેઠેલા બોબી દેઓલ માટે આ ખુબ જ ખુશીની વાત હતી. 

ANIMAL ફિલ્મમાં આ ફોટોના કારણે બોબી દેઓલને મળ્યો હતો રોલ, જાણો ડાયરેક્ટરે શું રાખી હતી ડિમાન્ડ 3 - image

Tags :