Get The App

અનિલ કપૂર અને વિજય વર્મા નવી વેબ સીરિઝમાં સાથે આવશે

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
અનિલ કપૂર અને વિજય વર્મા નવી વેબ સીરિઝમાં સાથે આવશે 1 - image


મુંબઇ : અનિલ કપૂર અને વિજય વર્મા  એક નવી વેબ સીરિઝમાં સાથે દેખાશે. બિઝનેસ ગૃહો વચ્ચેની હોડ આધારિત આ વેબ સીરિઝ હંસલ મહેતા બનાવી રહ્યા છે. તે અમેરિકી ટીવી શો 'બિલિયન્સ' પર આધારિત હોવાની પણ ચર્ચા છે. 

અનિલ કપૂર અને વિજય વર્મા બંને પ્રતિસ્પર્ધી  ઉદ્યોગપતિઓની ભૂમિકામાં દેખાશે. સીરિઝના અન્ય કલાકારો અંગે હજુ સુધી કોઈ વિગતો પ્રગટ કરવામાં આવી નથી. 

અનિલ કપૂર તેની સેકન્ડ ઈનિંગમાં ઓટીટી સ્પેસ પર પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યો છે. 'ધી નાઈટ મેનેજર' સીરિઝમાં અન્ડરવર્લ્ડ ડોનની તેની ભૂમિકાની પણ ખાસ્સી પ્રશંસા થઈ હતી.

Tags :