શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરની પણ એન્ટ્રી
- શાહરૂખના મેન્ટરના રોલમાં હશે તેવી અટકળો
- ફિલ્મમાં અભિષેક, દીપિકા, અર્શદ સહિતના કલાકારોનો કાફલો
મુંબઇ : શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાનની કારકિર્દી પાટે ચડાવવા માટે ફિલ્મ 'કિંગ'ની તૈયારી કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, અનિલ કપૂરે આ ફિલ્મમાં એન્ટ્રી લીધી છે. અનિલ કપૂર આ ફિલ્મમાં શાહરૂખના ગુરુના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાન, સુહાના ખાન ઉપરાંત દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, અર્શદ વારસી પણ કામ કરી રહ્યા છે.
આ ફિલ્મને ૨૦૨૬ના અંતમાં રીલિઝ કરવાની યોજના છે. કહેવાય છે કે, આ ફિલ્મ એક ફ્રેન્ચ ફિલ્મની રીમેક છે. એક વાત એવી પણ છ ેકે, ભૂતકાળમાં આ જ ફ્રેન્ચ ફિલ્મ પરથી બોબી દેઓલ, રાણી મુખર્જી અને આશિષ વિદ્યાર્થીની ફિલ્મ 'બિચ્છુ' બની ચૂકી છે. ફિલ્મ કિંગનું શૂટિંગ આ મહિનાની ૨૦ તારીખથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે. યૂરોપમાં પણ ફિલ્મની ટીમ શૂટિંગ માટે જવાની છે.