અમૃતા અરોરાના સસરાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો
- હાલ તેમની તબિયત સુધારા પર છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.12 જૂન 2020, શુક્રવાર
હાલમાં જ સમાચાર હતા કે મલાયકા અરોરાના બિલ્ડિંગના એક રહેવાસીને કોરોના પોઝિટિવ આવતાં સીલ કરવામા ંઆવ્યું હતું. હવે નવા રિપોર્ટના અનુસાર તે રહેવાસી અન્ય કોઇ નહીં પણ તેની બહેન અમૃતાના સસરા છે જે તે જ બિલ્ડિંગમાં રહે છે અને તેમનો કોવિડ ૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
અમ-તાના અનુસાર તેના સસરા હવે આ ઘાતક વાયરસથી સારા થઇ ગયા છે. કહેવાય છે કે તેના સસરાને આ ચેપ એક નર્સના સંપર્કમાં આવવાથી લાગ્યો હતો.
મલાયકા અને અમ્તાના સસરા એક જ બિલ્ડિંગમાં રહે છે, જે ખાર પશ્ચિમમાં આવેલું છે. ટસ્કની નામના આ બિલ્ડિંગમાં અમૃતાના સસરા છઠ્ઠા માળે રહે છે. જેને સુધરાઇએ સીલ કરી દીધું છે. જોકે હવે તેઓ સ્વસ્થ હોવાનું અમૃતાએ જણાવ્યું હતું.