અમિતાભ બચ્ચનના ટચૂકડા પડદાનો કોન બનેગા કરોડપતિ-12નું રજિસ્ટ્રેશન 9 મેથી શરૂ થશે
- ચેનલે સત્તાવાર ટ્વીટર દ્વારા સોશિયલ મીડિયા પર આપી જાણકારી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.3 મે 2020, રવિવાર
સોની ટીવીએ અમિતાભ બચ્ચનનો ેએક વીડિયો શેર કર્યો છે. આ શોના પ્રોમોને પણ લોકડાઉન સાથે જોડીને બનાવાાં આવ્યો છે.જેમાં અમિતાભ કહે છે કે, ભલે દરેક ચીજો પર બ્રેક લાગી ગઇ ગોય પરંતુ સ્વપના ે પર કદી બ્રેક લાગી શકાતી નથી.
ચેનલે સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કર્યું છે કે, દરેક ચીજને બ્રેક લાગી શકે છે, પરંતુ સ્વપના પર ે બ્રેક લાગી શકતી નથી.તમારા સ્વપનાને ઉડાન આપવા માટે અમિતાભ બચ્ચન કેબીસી ૧૨, લઇને ફરી આવી રહ્યા છે. રજિસ્ટ્રેશન ૯મી મેના રાતથી શરૂ કરવામાં આવશે.
વીડિયોમાં અમિતાભ બચ્ચન કહે છે કે, દરેક ચીજ પર બ્રેક લાગી શકે છે. પછી એ નુક્કડકી ચાય કો, ચાય પર હોને વાલી હેલા-હાય કો, સડકો કે સાથ યારી કો, ટ્રિપલ સીટ સવારી કો, હર ચીજ કો બ્રેક લગ સકતા હૈ. ઓફિસ વાલી ચાકરી કો, આધી રાત વાલી તફરી કો, શોપિંગ મોલ વાલે પ્યાર કો, ચૌરાહે કે યાર કો, હર ચીજ કો બ્રેક લગ સકતા હૈ. સુબહ સ્કુલ કો,રાસ્તે કી ધૂલ કો, જીવન કી રેસ કો, કોન્ફ્રરન્સ રૂમ કી મેજ કો, ઘડી કી ટિક-ટિક કો, શાંતાબાઇ કી ઝિક-ઝિક કો, ટ્રેન કી હાહાકકાર કો, ઘડકની કી રફતાર કો, હર ચીજ કો બ્રેક લગતા હૈ. લેકિન એક ચીજ હૈ જીસકો બ્રેક નહીં લગ સકતા...સપનોં કો...સપનો કો ઉડાન દેને ફિર આ રહે હૈ, મેરે સવાલ ઓર આપકે કેબીસી રજિસ્ટ્રેશન, ૯મે રાત કો નવ બજે સિર્ફ સોની ટીવી પર.