બીગ બીએ લોકડાઉનમાં ચાહકોના મનોરંજન માટે રમૂજી વીડિયો શેર કર્યો
- આ વીડિયો જોઈ તમે પણ હસ્યા વગર નહીં રહી શકો
નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર
કોરોનાની લડતમાં જ્યારે સમગ્ર દેશ ઘરમાં કેદ છે ત્યારે બોલીવુડ સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર પહેલા કરતા વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે. પોતાના ચાહકોના મનોરંજનનું પૂરતુ ધ્યાન આપી રહ્યા છે, એટલા માટે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોઇને કોઇ રમૂજી પોસ્ટ શેર કરતા રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બીગ બી પોતાના ચાહકો સાથે કનેક્ટેડ રહે છે અને અલગ-અલગ પ્રયાસો દ્વારા લોકોને જાગરૂત પણ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે લોકડાઉનના કારણે એક વ્યક્તિનું માનસિક સંતુલન ખોરવાઇ ગયું છે અને તે ગધેડા સાથે તેની ભાષામાં વાત કરી રહ્યો છે. અમિતાભ બચ્ચનને આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોને લોકો ઘણી લાઇક્સ આપી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરતા વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે, શું લોકડાઉનમાં માનસિક સંતુલન ગુમાવી દીધા બાદ ગધેડા સાથે વાત કરે છે આ વ્યક્તિ? જેના જવાબમાં બીગ બીએ લખ્યું, હા. અને આ પોસ્ટ ટ્વિટર પર શેર કરી દીધી.
— Amitabh Bachchan (@SrBachchan) April 27, 2020