કાયલી જેનરનો એક્સ બૉયફ્રેન્ડ ટ્રેવિસ સ્કોટ જોવા મળશે GTA 6માં? : નવા મ્યુઝિક વીડિયોને લઈને તે બન્યો ચર્ચાનો વિષય
Travis Scott in GTA 6?: અમેરિકન રેપર-સિંગર ટ્રેવિસ સ્કોટ સતત ચર્ચામાં રહે છે. તેના શૂઝને લઈને પણ ચર્ચામાં રહે છે તો તેના કૉન્સર્ટ તરત જ સોલ્ડ-આઉટ થઈ જાય છે એને લઈને પણ ચર્ચામાં રહે છે. જોકે તે સૌથી વધુ ચર્ચામાં તેના અમેરિકન રિયાલિટી સ્ટાર કાયલી જેનર સાથેની રિલેશનને લઈને ચર્ચામાં હતો. હાલમાં ચર્ચામાં આવવાનું કારણ એક વિડિયો ગેમ છે. ટ્રેવિસ સ્કોટના એક વીડિયોને કારણે તે હવે દુનિયાની સૌથી ફેમસ ગેમ GTA 6માં હશે એ ચર્ચાએ જોર પકડ્યું છે.
આ વાત કેવી રીતે શરૂ થઈ?
ટ્રેવિસ સ્કોટ 2017માં કાયલી જેનરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ 2022ના અંત સુધીમાં તેમનું બ્રેકઅપ થયું હતું, પરંતુ તેમના બે બાળકો છે. ટ્રેવિસ સ્કોટ ત્યારથી લઈને આજ સુધી ચર્ચામાં રહ્યો છે. તેનું નવું ગીત ‘2000 Ecursion’ હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતમાં એક દૃશ્ય એવું છે જેમાં કારની નંબર પ્લેટ પર GTA 6 લખ્યું છે. આથી આ ગેમનું દૃશ્ય છે અથવા તો ગેમમાં ટ્રેવિસ સ્કોટ પણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
GTA 6 આ કરવા માટે સક્ષમ
GTA 6 ગેમને રોકસ્ટાર સ્ટૂડિયો બનાવી રહ્યું છે. આ સ્ટૂડિયો દ્વારા ઘણી વાર સેલિબ્રિટીઝને તેમની ગેમ સાથે જોડવામાં આવે છે. GTA 5માં પહેલાં એવું થયું હતું. એમાં ઘણી સેલિબ્રિટીઝના સૉન્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ ઘણી સેલિબ્રિટીઝ દ્વારા ગેમ મોડમાં રેડિયો સ્ટેશન પણ ચલાવવામાં આવ્યું છે. તો કેટલીક સેલિબ્રિટીઝની નાનકડી ઑડિયો ક્લિપ પણ જોવા મળી છે. આથી GTA 6માં ટ્રેવિસ સ્કોટ પણ જોવા મળશે એવી ચર્ચા છે.
ગેમના ચાહકોનું શું કહેવું છે?
આ ગેમના ચાહકોનું સોશિયલ મીડિયા પર કહેવું છે કે ટ્રેવિસ સ્કોટના ગીતમાં GTA 6ની નંબર પ્લેટ હોવી એ કોઈ સંજોગ નથી. આથી ટ્રેવિસ સ્કોટ અને ગેમની કંપની બંને દ્વારા ચાહકો માટે કૂતુહલ ઊભું કરવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. આ ગેમમાં ટ્રેવિસ સ્કોટના ગીત પણ હોઈ શકે છે. તેમ જ રેડિયો સ્ટેશન પણ ચલાવી શકે છે. તો કેટલાકનું કહેવું છે કે ગેમમાં તેનું પોતાનું પાત્ર પણ જોવા મળશે. જોકે સાચું શું છે એ તો સમય જ કહેશે.
2026માં લોન્ચ થશે ગેમ
આ ગેમ પહેલાં 2025ની મે મહિનાની આસપાસ રિલીઝ થવાની હતી. જોકે એને હવે લંબાવવામાં આવી છે અને એ 2026માં રિલીઝ થશે. આ ગેમના જે ગ્રાફિક્સ છે એનાથી કંપની ખુશ ન હોવાથી એને વધુ સારા બનાવવા માટે કંપની સમય લેવા માંગે છે. GTA 5 બાદ આ ગેમની ખૂબ જ રાહ જોવાઈ રહી છે. એના ટીઝરથી આ ગેમ ખૂબ જ ચર્ચામાં આવી ગઈ હતી. એક ફિલ્મના બજેટ કરતાં પણ આ ગેમનું બજેટ વધુ છે અને યુઝર્સને એ રમવાની મજા આવે એ માટે એને વધુ સારી બનાવવામાં આવી રહી છે. જોકે આ ગેમમાં ટ્રેવિસ સ્કોટ છે કે નહીં એ અંગે તેના દ્વારા કે ગેમની કંપની દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.