'કાર્તિક આર્યનની હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી જ થાત...', જાણીતા સંગીતકારનો મોટો દાવો
Amaal Mallik on Kartik Aaryan: સંગીતકાર અમાલ મલિક તેના પરિવાર સાથે સંકળાયેલી બાબતોને કારણે પણ સમાચારમાં રહે છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના પરિવાર સાથેના સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન, હવે તેનું એક નવું નિવેદન ચર્ચામાં આવ્યું છે, જે તેણે બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન વિશે આપ્યું છે. ખાસ વાત એ છે કે કાર્તિકની તુલના કરતી વખતે, તેણે સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ લીધું છે.
બોલિવૂડ હવે કાર્તિક આર્યનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે
અરમાન મલિકના ભાઈ અને સંગીતકાર અમાલ મલિકે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તે કહે છે કે બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો દ્વારા કાર્તિક આર્યનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આવું પહેલા જ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે કરવામાં આવ્યું હતું. જેનું વર્ષ 2020 માં આત્મહત્યા કરીને મૃત્યુ થયું હતું.
એક ઇન્ટરવ્યૂમાં અમાલ મલિકે કહ્યું કે સુશાંતના મૃત્યુ પછી લોકોને બોલિવૂડનું સત્ય ખબર પડી. પરંતુ આ પહેલા કોઈને ખ્યાલ નહોતો કે આ ઇન્ડસ્ટ્રી એટલી ડાર્ક છે કે કોઈને આટલું મોટું પગલું ભરવા માટે મજબૂર કરી શકે છે.
સુશાંતના મૃત્યુ ઇન્ડસ્ટ્રીની જાહેરમાં આટલી ટીકા થઈ
આ મામલે અમાલે સુશાંત વિષે વાત કરતા વધુમાં કહ્યું કે, 'સુશાંતસિંહ રાજપૂત હેન્ડલ ન કરી શક્યો. કેટલાક લોકો તો તેને હત્યા પણ કહે છે અને તપાસમાં આત્મહત્યા હોવાનું જાણવા મળ્યું. ગમે તે થાય, તે માણસ તો ગયો છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો તેના મન પર કંઈક પ્રભાવ પડ્યો હશે. લોકોએ હંમેશા તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે લોકોને તેની વેદના વિશે ખબર પડી, ત્યારે લોકો બોલિવૂડ સામે થઈ ગયા. મને નથી લાગતું કે સુશાંતના મૃત્યુ પહેલા ઇન્ડસ્ટ્રીની જાહેરમાં આટલી ટીકા થઈ હોય.'
આ પણ વાંચો: 'મને મરાઠી નથી આવડતી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ
કાર્તિક આર્યન વિષે અમાલે કહ્યું...
અમાલે એવો પણ દાવો કર્યો હતો કે કાર્તિક આર્યન સાથે પણ સીધી કે આડકતરી રીતે આવી ઘટનાઓ બની રહી છે. કાર્તિકે આવી સમસ્યાઓનો સામનો કર્યો છે. પરંતુ તેમના પરિવારના સપોર્ટથી પોતાના ચહેરા પર સ્મિત રાખીને તે બધી મુશ્કેલીઓમાંથી બહાર આવી શક્યો છે.