'મેં પહેલા જ શરત રાખી...' જાસ્મીન ભસીન સાથે લિવ ઈન અંગે અલી ગોનીએ તોડ્યું મૌન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aly Goni And Jasmin Bhasin અભિનેતા અલી ગોની અને જાસ્મીન ભસીન ટેલિવિઝનના જાણીતા કપલમાંથી એક છે. બંનેના રિલેશનને છેલ્લા કેટલાક સમયથી ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમય પહેલા જ અલી અને જાસ્મિને સાથે રહેવાનું શરૂ કર્યું છે. જો કે હવે અલીએ જણાવ્યું કે તેણે જાસ્મિન સાથે લિવ એન્ડ રિલેશનશિપમાં રહેવા માટે એક શરત મૂકી હતી.
શું હતી શરત
અલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,'જ્યારથી અમે સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારથી ઘણું બધું બદલાયું છે. અમારા રૂમ જુદા- જુદા છે કારણકે મને મારી સ્પેસ જોઈએ છે, જે એક સારી વાત છે'.
જાસ્મીન ભસીનનું હતું સપનું
જણાવી દઇએ કે બંને સાથે શિફ્ટ થવાના હતા ત્યારે અલીએ પહેલાથી જ તેના બ્લોગમાં સ્પષ્ટ કર્યું હતું કે બંનેના જુદા-જુદા રૂમ હશે, રિયાલીટી શો Big Boss માં સ્પર્ધક તરીકે હતા ત્યારથી જ જાસ્મિને અલી સાથે રહેવાની યોજના બનાવી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં જાસ્મિને કહ્યું હતું કે, ‘Big Boss પછી અમે નિર્ણય લીધો હતો કે અમે સાથે રહીશું. અમે ઘર શોધવાનું પણ શરૂ કર્યું. મેં નક્કી કરી લીધું હતું કે મારું પોતાનું ઘર હશે, હું તેમાં ડિઝાઇન કરીશ અને મારું આ સપનું પૂર્ણ થયું.'
અલીનો ટ્રોલર્સને જવાબ
હાલમાં જ ગણેશ ચતુર્થી વખતે અલીએ કહ્યું હતું કે, ‘હું ગણેશ ચતુર્થીમાં 'ગણપતિ બાપ્પા' નથી બોલતો.’
આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોએ અલીને ટ્રોલ કર્યો હતો. ત્યારે અલીએ કહ્યું હતું કે, 'હું કંઈક વિચાર કરતો હતો. મને નથી ખબર કે આટલી વાતમાં વિવાદ સર્જાઈ શકે છે. અમે પૂજા નથી કરતા, અમારા ધર્મમાં તેની મંજૂરી નથી, પરંતુ અમે બધા જ ધર્મનો આદર કરીએ છીએ. કુરાનમાં પણ લખ્યું છે બધા જ ધર્મનો આદર કરવો જોઈએ.'








