Get The App

સની દેઓલની બોર્ડર-ટુમાં દિલજીત દોસાંજેની પણ એન્ટ્રી

Updated: Aug 2nd, 2024

GS TEAM


Google News
Google News
સની દેઓલની બોર્ડર-ટુમાં દિલજીત દોસાંજેની પણ એન્ટ્રી 1 - image


- આયુષ્યમાન ખુરાના પણ સહકલાકાર હશે

- પહેલા ભાગની જેમ બીજા ભાગમાં પણ અનેક કલાકારોનો કાફલો જોવા મળી શકે

મુંબઇ : સની દેઓલની 'બોર્ડર ટૂ'માં હવે દિલજીત દોસાંજેની પણ એન્ટ્રી થઈ છે. 

દિલજીત ઉપરાંત અન્ય પંજાબી અભિનેતા એમી વિર્કની પણ એન્ટ્રીની ચર્ચાઓ થઈ રહી છે. 

'બોર્ડર' ફિલ્મના પહેલા ભાગની જેમ બીજા ભાગમાં પણ અનેક કલાકારોનો કાફલો હશે તેવી સંભાવના છે. આથી એક પછી એક કલાકારોના નામ સામે આવી રહ્યાં છે. 

અગાઉ આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના ઉપરાંત અહાન શેટ્ટી પણ કામ કરવાના હોવાની વાત બહાર આવી હતી. 

જોકે, ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી બાકીના કલાકારોની  પુષ્ટિ કરી નથી. 

અહેવાલો મુજબ આ ફિલ્મમાં 'બોર્ડર'માં જે લોંગોવાલ ફાઈટ દર્શાવવામાં આવી હતી તે જ રાતે થયેલા અન્ય ભીષણ જંગની વાત ભાગ ટૂમાં દર્શાવાશે. તેમાં આર્મી ઉપરાંત એરફોર્સના ઓપરેશન પર પણ ફોક્સ  કરાશે. 

Tags :