Entertainment
અલ્લુ અર્જુનની ફિલ્મનાં વીએફએક્સ માટે રૂ. 350 કરોડનું બજેટ
By GS TEAM
28 Jun 20251 min read

- એટલીનો મહત્તમ મદાર વીએફએક્સ પર
- અલ્લુ અર્જુનને એક પ્રજાતિના સજીવ ઉપરાંત એનિમેટેડ અવતારમાં પણ દેખાડાશે
મુંબઇ : અલ્લુ અર્જુનની એટલીનાં દિગ્દર્શન હેઠળની આગામી ફિલ્મમાં વીએફએકસ માટે ૩૫૦ કરોડનું બજેટ નક્કી કરાયું હોવાનું કહેવાય છે.
એટલીનો મહત્તમ મદાર વિઝ્યુઅલ ઈફેક્ટસ પર છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન એકથી વધુ ભૂમિકામાં હશે. તેના અલગ અલગ લૂક હશે. તે એક વિશિષ્ટ પ્રજાતિના સજીવ તરીકે પણ દેખાશે એમ કહેવાય છે. અલ્લુ અર્જુનનું એક એનિમેટેડ વર્ઝન પણ જનરેટ કરવામાં આવશે.
આ ફિલ્મને હાલ એએ૨૨ઈનટૂ એક્સિસ એવું કામચલાઉ ટાઈટલ અપાયું છે. આગામી દિવસોમાં ફિલ્મનું ટાઈટલ ફાઈનલ થવાની અપેક્ષા છે.









