Entertainment

અલ્લૂ અર્જુન એટલીની આગામી ફિલ્મમાં ચાર વિવિધ રોલમાં જોવા મલશે

By GS TEAM
13 Jul 20251 min read
અલ્લૂ અર્જુન એટલીની આગામી ફિલ્મમાં ચાર વિવિધ રોલમાં જોવા મલશે

- અભિનેતા દાદા, પિતા અને જોડિયા પુત્રોની ભૂમિકા ભજવશે

મુંબઇ : અલ્લૂ અર્જુન એટલીની આગામી ફિલ્મમાં ચાર વિવિધ રોલમાં જોવા મળશે આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક એએ૨૨ ઇનટુ એસિક્સ છે. જેમાં અલ્લૂ અર્જુન દાદા, પિતા અને જોડિયા પુત્રોની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ બારતીય સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મ હોવાની ચર્ચા છે. અભિનેતાની કારકિર્દીની એકથી વધુ પાત્ર ધરાવતી આ પ્રથમ ફિલ્મ બનશે. 

કહેવાય છે કે, શરૃઆતમાં એટલી અલ્લૂ અર્જુનને ડબલ રોલમાં લેવા માંગતો હતો અને દાદા અને પિતાના રોલમાં અન્ય બે કલાકારોને લેવાનો હતો. સૂત્રે આ બાબતેજણાવ્યું હતું કે, અલ્લૂ અર્જુને પોતે જ ચાર પાત્રો ભજવવા પર ભાર આપ્યો હતો. પહેલા તો એટલી થોડો હિચકિચાયો હતો પરંતુ લુક ટેસ્ટ લીધા પછી તેને લાગ્યું કે અલ્લૂ અર્જુન આ ચારેયપાત્રોને યોગ્ય ન્યાય આપી શકશે. 

આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન ઉપરાંત દિપીકા પદુકોણ, રશ્મિકા મદાના,જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર મહત્વના રોલમાં જોવા મળવાના છે.