આલિયા ભટ્ટ લોકડાઉનમાં હેરીપોર્ટર પુસ્તક વાંચી રહી છે
- લાંબા સમય બાદ તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરી રહી છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 29 મે 2020, શુક્રવાર
આલિયા ભટ્ટ લોકડાઉનમાં લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી રહી છે. થોડા સમય પહેલા તેણે પોતાની ફિટનેસ અને હેરકટને લઇને એક પોસ્ટ મુકી હતી. હવે આલિયા એક પુસ્તક વાંચતી જોવા મળે છે.
સોશિયલ મીડિયા પરની એક તસવીરમાં આલિયા હેરી પોર્ટનું પુસ્તક વાંચતી નજરે ચડે છે. હેરી પોર્ટર પર તો કેટલીય ફિલ્મો બની ચુકી છે જે સુપરહિટ સાબિત થઇ છે. આલિયાએ આ તસવીર સાથે કેપ્શન લખ્યું છે કે મેજિક આપણી આસપાસ જ છે. આપણે ફક્ત તેને અનુભવવાનું હોય છે અથવા તો વાંચન દ્વારા જાણવાનું હોય છે.
આ ઉપરાંત અન્ય એક પોસ્ટમાં આલિયાએ જણાવ્યું હતું કે, નાનપણમાં મને હેરી પોર્ટનને વાંચવાનો સમય મળ્યો નથી. પરંતુ છેલ્લા બે મહિનાથી આ પુસ્તક વાંચી રહી છું અને મને બહુ પસંદ પડી રહ્યું છે.
આલિયાની કારકિર્દીની વાત કરીએ તો તે રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાની છે. આ ઉપરાંત તેની પાસે કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્ત પણ છે. જેમાં તે રણવીર સિંહ સાથે જોવા મળશે. આલિયા અન્ય ફિલ્મોમાં પણ કામ કરી રહી છે જેમાંની એક તેના પિતાની સડક ફિલ્મની સિકવલ સડક ટુ છે. આ ફિલ્મમાં આલિયાની સાથે સંજય દત્ત, પૂજા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર જેવા કલાકારો જોવા મળશે.