Entertainment
આલિયા ભટ્ટે કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા જણાવી
By GS TEAM
5 Sep 20251 min read

- પુત્રી રાહા જોઇ શકે તેવી હજી સુધી એકપણ ફિલ્મ ન કર્યાનો અફસોસ વ્યક્ત કર્યો
મુંબઇ : આલિયા ભટ્ટે કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી છ.ે અભિનેત્રીએ કહ્યુ ંહતું કે, મેં હજી સુધી કોમેડી ફિલ્મમાં કામ ન કર્યું હોવાથી મને હવે આ વિષય પર કામ કરવાની ઇચ્છા છે. સાથેસાથે તેણે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો કે, મારી પુત્રી રાહા જોઇ શકે એવી એક પણ ફિલ્મ મેં હજી સુધી કરી નથી. આલિયાએ એમ પણ કહ્યું હતુ ંકે, આમ જુઓ તો આ વાત સાવ સામાન્ય અને નાની છે, પરંતુ મને અચાનક જ આ વિચાર સ્ફૂર્યો હતો. આલિયાએ આગળ જણાવ્યું હતું કે, મે હજી સુધી કોમેડી ફિલ્મમાં કામ ન કર્યું હોવાથી મને હવે આ વિષયે આકર્ષિત કરી છ.ે આપણન ેજીવનમાં પ્રેરિત કરે એવું પણ શોધવું જરૂરી છે.તેણે કહ્યુ ંહતું કે,હું થોડા સમયથી આ બાબતે મારી ઇચ્છા જણાવી રહી છું. મને કોમેડીની સારી સ્ક્રિપ્ટ મળશે તો ચોક્કસ હું એ વિષયની ફિલ્મ પર કામ કરીશ.
આલિયા પાસે હાલ યશરાજ ફિલ્મસની અલ્ફા અને સંજય લીલા ભણશાલીની લવ એન્ડ વોર છે.








