રણબીર-આલિયાની દીકરી રાહાની છે અલગ વેનિટી વેન, મહેશ ભટ્ટે કહ્યું- તેમાં નર્સરી જેવી ફિલિંગ આવે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Alia Ranbir Daughte Raha had a Vanity Van of her Own: બોલિવૂડમાં વધતી જતી સેલિબ્રિટી ડિમાન્ડ્સ વચ્ચે, આલિયા ભટ્ટની દીકરી રાહા પણ ચર્ચામાં છે. તાજેતરમાં, ફિલ્મમેકર મહેશ ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે જ્યારે આલિયા શૂટિંગ કરે છે, ત્યારે સેટ પર રાહા માટે એક અલગ વેનિટી વેન હાજર હોય છે. મહેશ ભટ્ટે આ વેનિટી વેનને 'મંદિર' જેવી પવિત્ર જગ્યા ગણાવી હતી.
રાહાની વેનિટી વેન કેવી છે?
એક ઇન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે રાહાની વેનિટી વેન વિષે વાત કરતા કહ્યું કે, 'જ્યારે મેં આલિયા અને અમિતાભ બચ્ચન સાથે એક જાહેરાતનું શૂટ કર્યું હતું, ત્યારે મેં રાહાની અલગ વેનિટી વેન જોઈ હતી. એ સમતે આલિયાએ મને રાહાની વેનિટી વેનમાં બેસવા કહ્યું હતું.'
એ વેનિટી વેન જોઇને મેં કહ્યું હતું કે, 'હું તે વેનિટી વેનને ગંદી કરવા માંગતો નથી. તે વેનિટી વેન કોઈ નર્સરી સ્કૂલ જેવી લાગતી હતી. ત્યાં જઈને એવું લાગતું હતું કે જાણે મંદિરમાં આવી ગયા હોઈએ. મેં કહ્યું, ના, ના, ના, આ વૃદ્ધ માટે ત્યાં કોઈ જગ્યા નથી.'
આજની અભિનેત્રીઓ કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રહી છે
મહેશ ભટ્ટના મતે, આજની અભિનેત્રીઓ લગ્ન અને બાળકો પછી પણ કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રહી છે. આલિયા તેનું એક મોટું ઉદાહરણ છે. તે દીકરી રાહાને લઈને ગુચ્ચી (Gucci) જેવા ઈન્ટરનેશનલ ઇવેન્ટમાં પણ જાય છે અને સાથે જ પોતાનું શૂટિંગ શેડ્યૂલ પણ સંભાળી લે છે.
આ પણ વાંચો: 'મને લગ્નના 40 હજાર પ્રપોઝલ મળ્યાં, એક તો સ્યુસાઈડ કરવા તૈયાર...', અનાયા બાંગડનો દાવો
ઇન્ડસ્ટ્રીમાં નવો ટ્રેન્ડ શરૂ
આ દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વેનિટી વેન અને સ્ટાર્સના સ્ટાફને લઈને ઘણી ચર્ચા છે. નિર્માતાઓ એ વાતથી પરેશાન છે કે ઘણા મોટા સ્ટાર્સ શૂટિંગ માટે છ-છ વેનિટી વેન અને 30 લોકો સુધીના સ્ટાફની માંગણી કરે છે. હવે આ ચર્ચા વચ્ચે આ ટ્રેન્ડ સ્ટારકિડ્સ સુધી પણ પહોંચી ગયો છે, જ્યાં અભિનેત્રીઓના બાળકો માટે સિક્યોરિટી, પ્રાઇવેટ જગ્યા અને દરેક સુવિધાથી સજ્જ વેનિટી વેનની ડિમાન્ડ વધવા લાગી છે.








