Get The App

અલી ફઝલ ફરી એકવાર હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે

Updated: Nov 9th, 2022

GS TEAM

Google News
Google News
અલી ફઝલ ફરી એકવાર હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે 1 - image


- અલી ફઝલ જોવા મળશે હોલીવુડ ફિલ્મમાં 

- ઓસ્કાર વિજેતા બિલ ગુટેનટેગ કરશે દિગ્દર્શન

- ફિલ્મની વાર્તા અફઘાન મહિલાઓ પર આધારિત

- 50 દિવસ સુધી મોરોક્કોમાં ચાલશે શૂટિંગ 

મુંબઈ, તા. 09 નવેમ્બર 2022, બુધવાર

બોલિવૂડ સ્ટાર અલી ફઝલ ટૂંક સમયમાં તેની આગામી હોલીવુડ ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા અલીએ ‘ડેથ ઓન ધ નાઈલ’ અને ‘કંદહાર’ જેવી હોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. અલીની આગામી ફિલ્મનું નિર્દેશન બિલ ગુટેનટેગ દ્વારા કરવામાં આવશે, જેમણે ‘યુ ડોન્ટ હેવ ટુ ડાઇ’ અને ‘ટ્વિન ટાવર’ માટે ઓસ્કાર જીત્યો છે. આ ફિલ્મની વાર્તા અફઘાનિસ્તાનની મહિલાઓ પર આધારિત છે. અફઘાન ડ્રીમર્સ વિશે, અલીએ કહ્યું- 'હું આ સમાચાર શેર કરતા ખૂબ જ ખુશ છું, કે મને બિલના નિર્દેશનમાં કામ કરવાની તક મળી રહી છે. આ એક એવી ફિલ્મ છે જે દર્શકો માટે અફઘાનિસ્તાન વિશે એક નવો દ્રષ્ટિકોણ લાવશે. આ વાર્તાનો સિનેમેટિક ભાગ બનીને હું અત્યંત ખુશ છું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાન ડીમર્સનું શૂટિંગ મોરોક્કોમાં શરૂ થઈ ગયું છે, જે 50 દિવસ સુધી સતત ચાલશે. અલીની આ ફિલ્મ રિયલ લાઇફ સ્ટોરી છે, જેમાં 2017માં અફઘાનિસ્તાનની રોયા મહેબૂબની સ્ટોરી બતાવવામાં આવશે. આ એક અફઘાન મહિલાની વાર્તા છે. જે દેશની મહિલાઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીથી વાકેફ કરવામાં મદદ કરે છે. જે દેશમાં મહિલાઓ પર ઘણા પ્રતિબંધો છે, ત્યાં રોયા મહિલાઓ માટે આશાના કિરણ તરીકે આવે છે. આ ફિલ્મમાં નિકોલ બુશેરી રોયાનો રોલ કરી રહી છે. તે જ સમયે, ફિલ્મના નિર્દેશનમાં લૌરા ઓવરડેક, સમુદ્રિકા અરોરા અને બિલ ગુટેંટનનો સમાવેશ થાય છે. ગયા વર્ષે અલી ફઝલે જાહેરાત કરી હતી કે તે ગેરાર્ડ જેમ્સ બટલરની એક્શન ફિલ્મ કંદહારમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થવાની છે. જે બાદ અલી અફઘાન ડ્રીમર્સમાં પણ જોવા મળશે. હોલીવુડ પ્રોજેક્ટ્સ ઉપરાંત, અલી ટૂંક સમયમાં વેબ સિરીઝ મિર્ઝાપુર સીઝન 3 માં જોવા મળશે.

Tags :