Entertainment

અક્ષય કુમારની ઓહ માય ગોડેસ ફિલ્મ અટકી પડી

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
અક્ષય કુમારની 'OMG 3' ફિલ્મ નિર્દેશક અમિત રાયે છોડી દીધી છે. નિર્માતાઓ સાથે સ્ક્રિપ્ટ, હિરોઈન અને રિલીઝ ડેટ મુદ્દે મતભેદ થતાં આ નિર્ણય લેવાયો. મુંબઈમાં બનનારી આ ફિલ્મનું નામ 'ઓહ માય ગોડેસ' નક્કી કરાયું હતું. રાણી મુખર્જી પણ આ ફિલ્મમાંથી નીકળી જતાં હવે નવા નિર્દેશક સાથે નિર્માતાઓ આગળ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષય કુમારની ઓહ માય ગોડેસ ફિલ્મ અટકી પડી
  • દિગ્દર્શક અમિત રાયે ફિલ્મ છોડી દીધી
  • ઓએમજી પાર્ટ થ્રી તરીકે બનવાની હતી : સ્ક્રિપ્ટ, હિરોઈન, રીલિઝ ડેટ મુદ્દે નિર્માતા સાથે મતભેદ

મુંબઇ : અક્ષય કુમારની ઓએમજી ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ નિર્દેશક અમિત રાય ફિલ્મમાંથી રવાના થઇ જતાં ઘોચમાં પડયો છે. નિર્માતાઓ હવે નવા નિર્દેશકને લઇને ઓએમજીનો ત્રીજો ભાગ બનાવવાની ફિરાકમાં છે.
ઓએમજી થ્રીનું નામ 'ઓહ માય ગોડેસ' નક્કી કરાયું હતું. તેમાં રાણી મુખર્જી હિરોઇન તરીકે પસંદ કરવામાં આવી હતી. પણ રાણી મુખર્જીએ આ ફિલ્મ છોડી દેતાં મામલો ફરી ઘોંચમાં પડયો હતો. ફિલ્મની પટકથા, હિરોઇનની પસંદગી અને ફિલ્મને રજૂ કરવાની વ્યૂહરચના બાબતે ફિલ્મના નિર્માતાઓ અને નિર્દેશક વચ્ચે પડેલાં મતભેદો ઉકેલી ન શકાતાં હવે નિર્માતાઓ નવા નિર્દેશકને લઇને ફિલ્મ બનાવશે તેમ મનાય છે. અક્ષય કુમારને હીરો તરીકે ચમકાવતી 'ઓહ માય ગોડ' ૨૦૧૨માં આવી હતી જ્યારે તેની સિક્વલ 'ઓઓમજી ટુ' ૨૦૨૩માં આવી હતી.