પત્ની સાથે અશોભનીય હરકત... અક્ષય કુમાર 5 વિવાદોના કારણે આવ્યો હતો મુશ્કેલીમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akshay Kumar Birthday: બૉલિવૂડના ‘બૉસ’ અક્ષય કુમારે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ અક્ષયના જીવનમાં 5 મોટી વિવાદીત ઘટનાઓ પણ બની છે, જેના માટે તેને હંમેશા યાદ રાખવામાં આવશે. ચાલો અક્ષય કુમારની આ પાંચ ઘટના વિશે...
હેરા ફેરી 3
અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની સુપરહિટ ફિલ્મ ‘હેરા ફેરી’ની સીક્વલનું શૂટિંગ જલદી શરૂ થવા જઇ રહ્યું છે. પણ હાલ અમુક મહિના પહેલા જ તેની જાહેરાત બાદ અભિનેતા પરેશ રાવલે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. આ સમાચાર સાંભળી અક્ષય કુમાર નારાજ થયો હતો, કારણકે આ અક્ષયે આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા પછી પરેશ રાવલ અચાનક ફિલ્મથી એક્ઝિટ લેતા તે ચિંતામાં મુકાયો. જો કે ઘણી દલીલો બાદ પરેશ રાવલે ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી.
એક્ટ્રેસ સાથે છેતરપિંડી
અક્ષય કુમાર પર શિલ્પા શેટ્ટી અને રવીના ટંડન જેવી સુપરહિટ એક્ટ્રેસને છેતરવાનો આરોપ પણ લાગ્યો છે. લગ્નની વાત ચાલતી હોવા છતાં અક્ષયે આ એક્ટ્રેસનું દિલ તોડ્યુ હતું. ઘણા વર્ષો સુધી રવીના અને શિલ્પા અક્ષય સાથે વાત નહોતા કરતાં, પણ ધીમે ધીમે તેમની વચ્ચે સમાધાન થયું અને હવે તે બંને અક્ષય કુમાર સાથે વાત કરે છે.
કેનેડાની નાગરિકતા
અક્ષય કુમાર જ્યારે પણ દેશમાં ચાલી રહેલા કોઈ વિવાદ પર પોતાનો મત આપે, ત્યારે લોકોની તીખી વાત પણ તેણે સાંભળવી પડતી હતી. ઘણી દેશભક્તિ ફિલ્મો કરવા છતાં લોકો તેને હંમેશા કનેડિયન તરીકે જ બોલાવતા હતા. કારણ કે અક્ષય પાસે કનેડાની નાગરિકતા હતી. જેથી ટ્રોલર્સ તેણે ટોણો મારતા હતા. જોકે, અક્ષય કુમારે ફરી ભારતની નાગરિકતા મેળવી લીધી છે.
પત્ની સાથે અશ્લીલ હરકત
અક્ષય કુમારે વર્ષ 2009માં એક ફેશન શો દરમિયાન ખૂબ જ અશ્લીલ હરકત કરી હતી. એક્ટરે રેમ્પ પર વૉક કરતા તેની પત્ની ટ્વિંકલ ખન્નાને પોતાની પેન્ટનું બટન ખોલવા કહ્યું હતું. આ ઘટના બાદ ખૂબ વિવાદ થયો હતો અને કેસ પણ થયો હતો.








