Get The App

અક્ષય કુમાર શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ટૂમાં કેમિયો કરશે

Updated: Jul 11th, 2024

GS TEAM


Google News
Google News
અક્ષય કુમાર શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ટૂમાં કેમિયો કરશે 1 - image


- જોકે, અક્ષયના રોલ અંગે કોઈ અધિકૃત જાહેરાત નહીં

- પાછલાં કેટલાંય વર્ષોથી ફલોપ ફિલ્મો આપી રહેલા અક્ષયને એક હિટ ફ્રેન્ચાઈઝીમાં જોડાવાની લાલચ  

મુંબઈ : શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી ટૂ'માં અક્ષય કુમાર પણ એક નાનકડી ભૂમિકામાં દેખાશે. 

સર્જકોએ ફિલ્મમાં એક સરપ્રાઈઝ એલીમેન્ટ ઉમેરવા માટે અક્ષયને એક નાનકડી ભૂમિકા કરવા મનાવ્યો હોવાનું કહેવાય છે. જોકે, આ અંગે ફિલ્મની ટીમ કે અક્ષય કુમાર તરફથી આજે મોડે સુધી કોઈ અધિકૃત ઘોષણા કરવામાં આવી નથી. 

અક્ષય કુમારને પણ હાલ 'સ્ત્રી ' જેવી હિટ ફ્રેન્ચાઈઝી સાથે જોડાવાની લાલચ છે . પાછલા કેટલાંક વર્ષોથી તેની એક પછી એક ફિલ્મો ફલોપ જઈ રહી છે અને તેના પર ફલોપ સ્ટારનું લેબલ લાગી ગયું છે.  તાજેતરમાં તેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' નો ટિકિટબારી પર ફિયાસ્કો થતાં નિર્માતા વાસુ ભગનાની દેવાનાં ડુંગર હેઠળ દબાઈ ગયા છે. 

Tags :