Get The App

અક્ષય કુમાર તાપસી પન્નુ અને વાણી કપૂર સાથે રૂપેરી પડદે જોવા મળશે

Updated: Nov 23rd, 2022

GS TEAM

Google News
Google News
અક્ષય કુમાર તાપસી પન્નુ અને વાણી કપૂર સાથે રૂપેરી પડદે જોવા મળશે 1 - image


- નિર્માતા મુદસ્સર અઝીઝની આ એક કોમેડી ફિલ્મ હશે

મુંબઇ: અક્ષય કુમાર હાલ હેરાફેરી 3 ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ ન કરવાના તેના નિર્ણય પછી તેને ફિરોઝ નડિયાદવાલાએ બે ફિલ્મોની સિકવલમાંથી દૂર કર્યો છે. તેવામાં અક્ષયના ચાહકો માટે આનંદના સમાચાર છે કે, અક્ષયે એક કોમેડી ફિલ્મ સાઇન કરી છે. 

નિર્માતા મુદસ્સર અઝીઝ એક કોમેડી ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. ફિલ્મના વિષય અનુસાર આ ફિલ્મનું નામ ખેલ ખેલ મેં છે. જેમાં અક્ષય તાપસી પન્નુ અને વાણી કપૂર સાથે જોવા મળવાનો છે.

આ પ્રોજેક્ટના નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, થોડા જ દિવસોમાં આ ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટને પણ ફાઇનલ કરવામાં આવશે. અક્ષય, તાપસી અને વાણી કપૂર સાથે પંજાબી ગાય એમી વિર્ક પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળવાનો છે. હજી વધુ એકટરોને આ ફિલ્મમાં સાઇન કરવામાં આવશેે. 

આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થાય તેવી શક્યતા છે. 

Tags :