પ્રિયદર્શનની ફિલ્મમાં સૈફ સામે અક્ષય કુમાર વિલન બનશે
- ફલોપ સ્ટાર અક્ષયનો નવો પ્રયોગ
- સાઉથની રિમેક ચાલતી નહિ હોવા છતાં પણ અક્ષય અને સૈફ જોખમ ખેડશે
મુંબઈ: પ્રિયદર્શનની સાઉથની ફિલ્મ 'ઓપ્પમ'ની રીમેક બનાવી રહ્યો છે. તેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન વર્ષો પછી સ્ક્રીન શેર કરવાના છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં વિલનનો રોલ કરવાનો હોવાનું કહેવાય છે.
મૂળ મલયાલમ ફિલ્મમાં મોહનલાલે દમદાર ભૂમિકા ભજવી હતી.
અક્ષય કુમાર અગાઉ કોમેડી અને એક્શન ભૂમિકાઓ ભજવી ચૂક્યો છે. પરંતુ, વિલન તરીકે તેણે ખાસ પ્રયાસો કર્યા નથી. અક્ષયની મોટાભાગની ફિલ્મો લાગલગાટ નિષ્ફળ જઈ રહી હોવાથી તે એક પ્રયોગ તરીકે આ ફિલ્મ સ્વીકારી રહ્યો હોવાનું મનાય છે.
પ્રિયદર્શનની કોમેડી પર હથોટી છે અને તેણે અક્ષય કુમારના કોલબરેશનમાં કોમેડી ફિલ્મો અગાઉ કરી છે. પરંતુ, આ વખતે તે એક થ્રીલર ફિલ્મમાં અક્ષયને વિલન તરીકે અજમાવી રહ્યો છે.
જોકે, ટ્રેડ વર્તુળો આ ફિલ્મ માટે પણ બહુ આશાસ્પદ નથી. તેમના મતે બોલીવૂડમાં હવે સાઉથની રીમેક ચાલતી નથી.
ઓટીટીના જમાનામાં મોટાભાગના દર્શકો સાઉથની નોંધપાત્ર ફિલ્મો જોઈ ચૂક્યા હોય છે. જે દર્શકોએ હજુ સુધી 'ઓપ્પમ' નહિ જોઈ હોય તેઓ પણ હવે આ ફિલ્મ જોઈ નાખશે.