Get The App

આટલા કરોડમાં OTT પ્લેટફોર્મએ ખરીદ્યા અક્ષય કુમારની 'Cuttputlli'ના રાઈટ્સ

Updated: Aug 26th, 2022

GS TEAM

Google News
Google News
આટલા કરોડમાં OTT પ્લેટફોર્મએ ખરીદ્યા અક્ષય કુમારની 'Cuttputlli'ના રાઈટ્સ 1 - image


મુંબઈ, તા. 26 ઓગસ્ટ 2022 શુક્રવાર

અભિનેતા અક્ષય કુમારની બેક ટુ બેક ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ છે. બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ અને પછી રક્ષાબંધન આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યુ નહીં અને હવે અક્ષય કુમારની ચોથી ફિલ્મ 'કઠપૂતળી' રિલીઝ માટે તૈયાર છે. સીરિયલ કિલર મર્ડર મિસ્ટ્રીથી ભરેલી આ ફિલ્મ કસૌલીની કહાની દર્શાવે છે. જેનુ દિગ્દર્શન રંજીત એમ તિવારીએ કર્યુ છે. જે અગાઉ અક્ષય કુમાર સાથે ફિલ્મ 'બેલ બોટમ' કરી ચૂક્યા છે. 

આટલા કરોડમાં OTT પ્લેટફોર્મએ ખરીદ્યા અક્ષય કુમારની 'Cuttputlli'ના રાઈટ્સ 2 - image

180 કરોડ રૂપિયામાં થઈ ડીલ?

ફિલ્મ 2 સપ્ટેમ્બરે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. એક રિપોર્ટ અનુસાર ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી રિલીઝ માટે 180 કરોડ રૂપિયાની ડીલ થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 135 કરોડ રૂપિયા ફિલ્મ માટે અને 45 કરોડ રૂપિયા મ્યુઝિક વગેરે માટે ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે આની સત્તાકીય જાણકારી હજુ સુધી સામે આવી નથી, એવામાં આ માત્ર રિપોર્ટ છે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ અને સરગુન મહેતા પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે. 

આ પણ વાંચો: જુઓ અક્ષય કુમારની ફિલ્મ 'કઠપુતળી'નું ટ્રેલર રિલીઝ

આટલા કરોડમાં OTT પ્લેટફોર્મએ ખરીદ્યા અક્ષય કુમારની 'Cuttputlli'ના રાઈટ્સ 3 - image

અક્ષય કુમારના આગામી પ્રોજેક્ટ

અક્ષય કુમારનુ નામ બેક ટુ બેક ફિલ્મોનુ શૂટિંગ કરનારા એક્ટરોમાં આવે છે. એક બાજુ તે ફિલ્મનુ શૂટિંગ કરે છે તો બીજી તરફ આગામી ફિલ્મનુ એલાન પણ કરી દે છે. અક્ષય કુમાર પાસે 'જોલી એલએલબી 3' સાથે 'ગોરખા', 'રામ સેતુ', 'સેલ્ફી', 'મિશન સિન્ડ્રેલા', 'કેપ્સૂલ ગિલ' જેવી ફિલ્મો છે. અક્ષય કુમાર ફિલ્મ 'ધ એન્ડ'થી ડિજિટલ ડેબ્યુ કરવાના છે.

Tags :